પેટની તકલીફોમાં ફાયદાકારી છે દહીં

Visited 656 times, 1 Visits today

View Location in Map

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી દહીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે. યજ્ઞ, હવન, લગ્નપ્રસંગ તથા મંદિરોમાં પ્રસાદ તરીકે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ શુભ કાર્ય માટે ઘરથી નીકળતી વેળા વૃદ્ધ લોકો દહી અને ગોળ ખાઈને નીકળવાની સલાહ આપે છે. દહીને શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જે લોકોએન પેટની તકલીફો રહે છે તે લોકોએ દહીં અથવા તેનાથી બનેલી લસ્સી કે છાશનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આનાથી આંતરડાની ગરમી દૂર થાય છે. પાચન શક્તિમાં વધારો થાય છે અને ભૂખમાં પણ વધારો થાય છે. અમેરિકામાં આરોગ્ય નિષ્ણાંતોના અભ્યાસ બાદ નિવેદન છે કે દહીના નિયમિત ઉપયોગથી આંતરડાના રોગ અને પેટની તકલીફો દૂર થાય છે.

દહીંમ બેક્ટેરિયા રહે છે જે લેકટેજ બેક્ટેરિયા પેદા કરે છે. સ્થૂળતાને ઘટાડવામાં પણ દહી ખૂબ જ ઉપયોગી છે. દહીંમાં હાર્ટ એટેક, હાઈબ્લડપ્રેશર અને કિડનીની બીમારીઓને રોકવાની ક્ષમતા હોય છે. અમારા લોહીમાં બનનાર કોલેસ્ટ્રોલ નામના જીવલેણ ઘટક તત્વોને વધતા પણ રોકે છે. નસમાં જામી જઈને બ્લડ સર્કયુલેશનને પ્રભાવિત કરે અને હાર્ટ બીટને પણ યોગ્ય રાખવામાં મદદરૂપ બને છે. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તે હાંડકાઓને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દાંત અને નખની મજબૂતી અને સ્નાયુને યોગ્ય રીત કામ કરવામાં પણ દહીની ભૂમિકા રહે છે. પેટમાં ખરાબી થવાથી પણ દહી ઉપયોગી સાબિત થાય છે. દહી અને ભાતના ઉપયોગથી ફાયદો થાય છે. પેટન દર્દીઓને દહીના ઉપયોગથી સીધો ફાયદો થાય છે. દહીના અન્ય ઘણા ફાયદાઓ પણ રહેલા છે. આધુનિક સમયમાં વાળને મજબૂત અને ખૂબસુરત રાખવા માટે દહીંનો ઉપયોગ થવા લાગ્યો છે. કારણ કે દહીંમા એ તમામ તત્વો છે જેની વાળને જરૂર રહે છે. ગરમીના દિવસોમાં દહી ઉપયોગી સાબિત થાય છે. ઊંઘની તકલીફ ધરાવતા લોકોએ પણ દહી અને છાશનો ઉપયોગ કરવો જોઈએ.

આટલુ ધ્યાન રાખો

– સાંજના સમયે ભોજન અને રાત્રે દહીનો ઉપયોગ કરવો જોઈએ નહી
– વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસોમાં દહીનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો જોઈએ.
– જે વિદ્યાર્થીઓને બપોર અને સાંજે પરીક્ષા રહે છે તે વિદ્યાર્થીઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. કારણ કે દહીંથી આળસ આવે છે.
– હંમેશા તાજા દહીનો વપરાશ કરવો જોઈએ.
– શરદી, ઉધરસ અને અસ્થમાના દર્દીઓએ દહીંનો ઉપયોગ કરવો નહી.

Source By: gujarati.webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies/

Related Listings

દિવસ દરમિયાન પોટેશિયમની પર્યાપ્ત માત્રાનું સેવન ન માત્ર તમારા હૃદય માટે ફાયદાકારક હોય છે પરંતુ તે શારીરિક બાંધો અને માસપેશીઓ માટે પણ લાભકારી હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: