ફળોમાં નખાતું પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી કરે છે આ ગંભીર નુકસાન, જાણો

Visited 550 times, 1 Visits today

View Location in Map

ફળો અને શાકભાજી સ્વસ્થ રહેવા માટે ખૂબ આવશ્યક છે. રોગમુક્ત રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે ફળો અને શાકભાજીનો પર્યાપ્ત ઉપયોગ જરૂરી છે. ફળો સ્વાદિષ્ટ હોય છે અને આપણા ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. કેલરીની સાથે અનેક વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાયટોન્યૂટ્રિયન્સ ફળો દ્વારા મળી શકતા હોય છે. આ બધા તત્ત્વો વ્યક્તિને તંદુરસ્ત રાખે છે અને બીમારીઓની સામે રોગપ્રતિકારાત્મક શક્તિ આપે છે. એટલું જ નહીં બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, ઓબેસિટી અને હૃદયની તકલીફો થતી અટકાવે છે. આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખતા દરેક વ્યક્તિએ દરરોજના એકથી ત્રણ ફળોના પોર્શન લેવા જોઈએ. આ પોર્શનમાં એક કેળું, એક કેરી, 200 ગ્રામ શક્કરટેટી, 200 ગ્રામ તરબૂચ, 200 ગ્રામ પાઈનેપલ અથવા એક નાની સાઈઝનું દાડમ હોઈ શકે. ઋતુ અને સ્થાનિક ઉત્પાદન પ્રમાણે આ ફળો અને તેમનું પ્રમાણ જુદું-જુદું હોઈ શકે. એકના એક ફળના બદલે દિવસમાં બે કે ત્રણ વિવિધ ફળો લેવાં ફાયદાકારક હોય છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે. ફળો ખાવાના અનેક ફાયદાઓ છે. તેની સાથે અમુક તકલીફો પણ સમાયેલી છે. સૌથી વધારે ચિંતાનો વિષય છે ફળો અને શાકભાજીમાં રહેલ પેસ્ટિસાઇડ્સની માત્રા. મનુષ્યની જેમ ફળો અને શાકભાજી પણ રોગગ્રસ્ત થઈ શકે છે. બેક્ટેરિયા, ફંગસ, જીવાત વગેરે ફળોના વૃક્ષને નાશ કરી શકે છે. ફળ પાક્યા પછી પણ તેમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જેને સાચવવા માટે અમુક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ તમારા સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી નુકસાન કરી શકે
ફળોના વૃક્ષને સાચવવા માટે જમીનમાં અને અમુકવાર વૃક્ષ પર દવા છાંટવામાં આવે છે. આ દવાઓ જમીનમાંથી ફળમાં પ્રવેશી શકે છે અને ફળની ઉપર પણ ચોંટી શકે છે. આવાં ફળ આરોગવાથી પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી નુકસાન કરી શકે છે. અલબત્ત, આવી આડઅસરો નિવારવા માટે સાવચેતીનાં અનેક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ કૃષિ ઉત્પાદક સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી દવાઓનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરે છે. સરકારી ધારાધોરણો અને વિશ્વ આરોગ્ય સંસ્થાના નિયમો ઘડાયેલા છે એ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. પર્યાવરણ અને ખાદ્ય વિભાગ દ્વારા અવારનવાર પરીક્ષણો કરાવીને ઉપભોક્તાને નુકસાન ન થાય તે દરકાર સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતી હોય છે. આ બધા નિયમો અને દરકાર છતાંય અનેક ફળો અને શાકભાજીમાં પેસ્ટિસાઇડ્સની માત્રા મર્યાદા કરતાં વધારે જોવા મળે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-pesticides-in-fruit-and-vegetables-side-effects-to-the-health-5023303-PHO.html?seq=2

 

Related Listings

Add a Review

Rate this by clicking a star below: