ફળો સારાં કે તેનું જ્યૂસ? ફળો કયા સમયે કઈ રીતે ખાવાથી મળશે શ્રેષ્ઠ લાભ?

Visited 408 times, 1 Visits today

View Location in Map

હેલ્ધ માટે સજાગ બનતાં લોકો હવે હેલ્ધી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. એમાંય ફળોનું આગવું સ્થાન છે.  ફળો અને તેનો રસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે. જોકે ફળોનો જ્યૂસ શરીરમાં જઈને સીધો શુગર બની જતો હોવાથી એ ડાયાબિટીસના દર્દી અને વજન ઓછું કરનારા લોકો માટે યોગ્ય નથી. ફળનાં સંપૂર્ણ પોષક તત્વો મેળવવા એને આખું જ ખાવું જોઈએ.
ફળોને હંમેશાંથી હેલ્ધી માનવામાં આવ્યાં છે. ફળો વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ, ફાયટો કેમિકલ્સ જેવાં પોષક તત્વોનો ભંડાર છે. આથી જ ફળોને શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે હકીકત એ છે કે ફળોને ખાવાની પણ નિશ્ચિત પદ્ધતિ કે રીત છે. અમુક નિયમો છે જેને અનુસરીને ફળો ખાઈએ તો એમાંથી મહત્તમ પોષણ મેળવી શકાય. જો આ નિયમો વિરુદ્ધ જઈને ખાઈએ તો સૌથી હેલ્ધી ગણાતાં ફળો શરીરને નુકસાન પણ કરી શકે છે. ફળોને ખાવાની રીત વિશે આજે અમે તમને જણાવીશું.
ફળો આરોગવાનો યોગ્ય સમય કયો?

ડાયાબિટીસના દર્દી પણ જો નિયત સમયે ફળ ખાય તો એ બધાં જ ફળો ખાઈ શકે છે. શરત એ છે કે એ સમયે એ ફળ જ ખાય, એની સાથે બીજું કશું ખાય નહીં.

સવારે ઊઠીને તરત જ એક ફળ ખાઈ શકાય. એ સમય સૌથી સરસ છે કોઈ પણ પ્રકારનાં ફળ ખાવા માટે.
જો ત્યારે ન ખાઈ શકાય તો સવારનો નાસ્તો કર્યા પછી અને બપોરે લંચ પહેલાં એટલે કે ૧૦.૩૦-૧૧ વાગ્યે પણ ખાઈ શકાય અને સાંજે ૪.૩૦-૫ વાગ્યે પણ ફળો ખાઈ શકાય. આદર્શ રીતે જોવા જઈએ તો સાંજે ૬ વાગ્યા પછી ફળો ન ખાવાં જોઈએ. ડાયાબિટીસના દર્દીએ સવારે એક ફળ ખાધા પછી નાસ્તો ન કરવો. સવારે ફળ સાથે તેઓ દૂધ લઈ શકે છે. એ જ રીતે પાંચ વાગ્યે ફળ ખાય તો એની સાથે બીજું કંઈ ન લેવું.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-fruits-or-fruit-juice-what-is-best-know-when-we-should-eat-fruits-5086156-PHO.html

Related Listings

આજના સમયમાં મોટાભાગના લોકો વાળ સંબંધી સમસ્યાઓથી પરેશાન છે અને વાળની સમસ્યાઓમાં સૌથી સામાન્ય સમસ્યા છે વાળ ખરવાં અને વાળ લાંબા ન થવા. Read more…

Add a Review

Rate this by clicking a star below: