ફાસ્ટ ફૂડનો ચટાકો હોય કે મોટી રેસ્ટોરાંનું જમણ, બન્ને સ્વાસ્થ્ય માટે છે ખરાબ!

Visited 663 times, 1 Visits today

View Location in Map

તાજેતરમાં યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં છપાયેલા એક રિસર્ચ મુજબ રેસ્ટોરાંનું જમવાનું તમારા શરીરમાં વધારાની ૨૦૦ કેલરી ઉમેરે છે. ૧૮,૦૯૮ લોકો પર અમેરિકામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. વધુ કેલરી ઉપરાંત બહાર જમવાથી જરૂર કરતાં વધુ કોલેસ્ટ્રોલ પણ શરીરને મળે છે. આપણી દૈનિક જરૂરિયાત ૩૦૦ મિલીગ્રામની છે, જેમાં બહાર ખાવાથી વધારાનું ૫૮ મિલીગ્રામ જેટલું કોલેસ્ટ્રોલ ઉમેરાય છે. આ રિસર્ચમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે એક ફાસ્ટ ફૂડ ચેઇનની સરખામણીએ એક રેસ્ટોરાંમાં જમવાની માઠી અસર લગભગ સરખી અથવા અમુક કેસમાં એનાથી પણ વધુ ખરાબ હોઈ શકે છે.

ઘરે જમવાની સરખામણીમાં ફાસ્ટ ફૂડ ચેઇન અને રેસ્ટોરાંમાં જમવાથી શરીરને ૧૦ ગ્રામ ટોટલ ફેટ્સ વધુ મળે છે, જેમાં ફાસ્ટ ફૂડ સેન્ટરમાં ખાવાથી ૩.૪૯ ગ્રામ અને રેસ્ટોરાંમાં ખાવાથી ૨.૪૬ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ્સ મળે છે જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જો સોડિયમની વાત કરીએ તો આદર્શ રીતે આખા દિવસમાં ૫૦૦ મિલીગ્રામ સોડિયમ ખાવું જોઈએ, જેમાં ફાસ્ટ ફૂડ સેન્ટરમાં એક વખત જમવાથી ૩૦૦ મિલીગ્રામ સોડિયમ મળે છે અને રેસ્ટોરાંમાં એક વખત જમવાથી ૪૧૨ મિલીગ્રામ સોડિયમ પ્રાપ્ત થાય છે. આમ આ રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે બહાર તમે ગમે તે જગ્યાએ ખાઓ, ગમે તે વસ્તુ ખાઓ ઘરના ખોરાકની સરખામણીમાં એ તમને સરખી રીતે નુકસાન કરે છે.

Source By : gujarati webduniya

http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-according-to-research-fast-food-and-restaurant-food-both-are-unhealthy-dont-eat–5051141-NOR.html

Related Listings

ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: