ફૂડ એલર્જી થાય તો પરેજ કરો

Visited 611 times, 1 Visits today

View Location in Map

ફૂડ એલર્જીની સમસ્યા આમ તો બાળકોમાં વધારે હોય છે. આ કોઈપણ ઉમરમાં થઈ શકે છે.આ સમસ્યા 40થી ઓછા ઉમરની વ્યકતિઓમાં વધારે જોવા મળે છે.કેટલીક  સાવધાની રાખી તમે આ મુશ્કેલીઓથી બચી શકો છો..
કેમ થાય છે…
ફૂડ એલર્જી કોઈપણ ખાદ્ય -પદાર્થો પ્રત્યે  શરીરની પ્રતિશોધ પ્રતિક્રિયા છે જે ગંભીર હોય છે. અને ક્યારેક જીવ જોખમમાં પણ મુકાય છે. લક્ષણોમાં શરીર પર લાલ ચકતા પડવા, ,ખંજવાળ  અને ઉલ્ટીની સમસ્યા મુખ્ય છે.  લોકો ઉલ્ટી થાય તો એને ફૂડ પોઈજનિંગ માની લે છે. આથી દરેક વાર એકજ વસ્તુ ખાવાથી તમને  ઉલટી થાયતો તેને હળવે ના લો અને તરત જ ડાકટર સાથે સંપર્ક કરો.
આ ઉત્પાદોથી એલર્જી વધે 
એલર્જીમાં  ખાવામાં રહેલા તે તત્વો હોય છે. જે એલર્જિક પ્રતિક્રિયાને વધારે છે. આમ તો કોઈ પણ વસ્તુથી એલર્જી  શકે છે ,પણ ઘઉ,સરસોં, બાજરા, માછલી, ઈંડા, મગફળી ,સોયાબીન, દૂધથી બનેલા ઉત્પાદ અને સૂકા મેવા જેવા ખાદ્ય-પદાર્થો દ્વારા ફૂડ એલર્જી થાય છે. કારણકે એમાં ગ્લૂટેન હોય છે.
ટેસ્ટ દ્વારા જાણકારી મેળવો 
આ સમસ્યા થતાં ડોક્ટરની  સલાહથી ફૂડ એલર્જી ટેસ્ટ કરાવવો જોઈએ. આ કોઈ પણ લેબમાં થઈ શકે છે. જેમાં 3-6 હજાર રૂપિયા ખર્ચ આવે છે. રિપોર્ટમાં ખબર પડે છે કે ક્યાં પદાર્થથી એલર્જી છે. ડોકટર પણ તમને તેનાથી પરેજ  કરવાનું  કહે છે. સાથે તમને  એવા બીજા ખાદ્ય- પદાર્થો ખાવાની સલાહ આપે છે જે એલર્જિક ફૂડના પોષક તત્વોની અછત પૂરી પાડી શકે.
પાંચ વર્ષની ઉંમર સુધી પરેજ  
જે બાળકોને દૂધ ઈંડા ઘંઉ અને સોયાબીનથી એલર્જી છે તો પાંચ વર્ષની ઉંમર સુધી આ વસ્તુઓ ના ખાવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.  પણ મગફળી ,સૂકા મેવાની એલર્જી આખી ઉમર રહે છે. જેને લેકટોજથી એલર્જી છે તે સોયા મિલ્ક લઈ શકે છે.
વિશેષજ્ઞની સલાહ
ડાયેટિશિયન ડાકટર મુજબ જો તમને કોઈ ફૂડ એલર્જી છે તો આ વસ્તુઓથી પૂર્ણ રૂપે પરેજ કરવો . ઉદાહરણ તરીકે રેસ્ટોરંટ  કે પાર્ટીમાં ભોજન કરી રહ્યા છો અને તમને કોબીજથી પરેજ કરવો છે તો પાવભાજી, મંચૂરિયન, બર્ગર, હાટ ડાગ વગેરેથી પરેજ કરો. આ સમસ્યામાં મેડિસિન ટ્રીટમેંટ સિવાય તમે એલર્જિક ફૂડથી પરેજ  કરવો પડશે.
Source By : gujarati webduniya
http:/1.html

Related Listings

જો કે આજકાલ પણ કેટલાક લોકો તેમની ઉંમરની સદી પૂર્ણ કરીને અઢળક અનુભવ અને શાંતિ પોતાની સાથે લઈ જાય છે અને આવા લોકોને પ્રકૃતિ પૂર્ણ જીવન માટે… Read more…

Add a Review

Rate this by clicking a star below: