Frankie | ફ્રેન્કી

Visited 670 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

રોટી માટે
1 કપ મેંદો
2 સ્લાઈસ બ્રેડ
1 ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર

રોલ માટે
3 થી 4 નંગ બટાકા
1 નંગ ડુંગળી
1/2 કપ ફોલેલા વટાણા
1/4 કપ સમારેલા ગાજર
3 થી 4 નંગ લીલાં મરચાં
1 ચમચી આદું
1 ચમચી શેકેલા જીરુંનો પાવડર
2 ચમચા ટોસનો ભૂકો
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચા કોથમીર
1 ચપટી જીરું
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ
બટર જરૂર મુજબ

ચટણી માટે
1 ચમચો આંબોળિયાનો પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચપટી ગરમ મસાલો
મીઠું સ્વાદાનુસાર

સલાડ માટે
2 થી 3 નંગ ડુંગળી
1 ચમચી લાલ મરચું
મીઠું સ્વાદાનુસાર
આંબોળિયા પાવડર

રીત

ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ બટાકાને બાફી લો. ઠંડા થાય એટલે મેશરથી મેશ કરી લો. વટાણાને છોલીને ઉકળતા પાણીમાં બાફી લો. ગાજરને પણ છોલીને ઝીણા સમારીને ઉકળતા પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. કોથમીરને ઝીણી સમારી લો. બ્રેડની કિનારી કાપી ભૂકો કરી લો. એક ડુંગળીને ઝીણી સમારી લો. બાકીની ડુંગળીને લાંબી પાતળી સમારી તેમાં મીઠું, મરચું અને ઈચ્છા હોય તો આંબોળિયાનો પાવડર નાખી સાઈડ પર રાખો. હવે ફ્રેન્કીના રોલ બનાવવા માટે સૌપ્રથમ લોટમાં તેલ, મીઠું અને બ્રેડનો ભૂકો નાખી બરાબર હલાવી પાણી વડે રોટલીનો લોટ બાંધી લો. ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખો. પછી તેના લુવા કરી તેમાંથી કાચીપાકી રોટલી તૈયાર કરી લો. હવે સ્ટફિંગ માટે સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી ચપટી જીરું નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો. ડુંગળી સંતળાઈ જવા આવે એટલે તેમાં લીલા મરચા અને આદું નાખી અડધી મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં વટાણા અને ગાજર નાખી ફરી એક મિનિટ માટે સાંતળી લો. ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાકા નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો અને જીરું પાવડર નાખો. ગેસ બંધ કરી ઝીણી સમારેલી કોથમીર નાખી થોડું ઠંડુ થવા દો. જરૂર જણાય તો થોડો ટોસ નો ભૂકો નાખી લાંબા રોલ બનવી લો. તેને ટોસના ભૂકામાં રગદોળીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીને કિચન ટીસ્યુ પર કાઢી લો. અને સાઈડ પર રાખો. હવે આંબોળિયાના પાવડરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર નાખી દો. અને પછી તેમાં પાણી નાખી થોડી પાતળી ચટણી બનાવી લો.

હવે ફ્રેન્કી તૈયાર કરવા માટે પહેલા એક રોટલી લો. તેના પર તૈયાર કરેલી આંબોળિયાની ચટણી લગાવી તેના ઉપર બરાબર વચ્ચે તૈયાર કરેલી મસાલાવાળી ડુંગળી સ્પ્રેડ કરો. ત્યાર બાદ
તેના પર તૈયાર કરેલો રોલ મૂકી રોટલીને બન્ને બાજુથી ફોલ્ડ કરી લો. આવી જ રીતે બધી જ ફ્રેન્કી તૈયાર કરી લો. હવે એક નોન સ્ટીક તવી પર તેલ કે બટર મૂકી તૈયાર ફ્રેન્કીને શેલો ફ્રાય કરી લો. વધુ કડક ન થવા દેવું. ગરમગરમ ફ્રેન્કીને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-homemade-healhty-fast-food-recipe-for-kids-5072784-PHO.html?seq=6

Related Listings

સામગ્રી બે ડુંગળી સમારેલી ત્રણ ટામેટા સમારેલા એક ચપટી જીરૂ એક ચપટી હિંગ એક ચમચો ધાણાજીરૂ અડધી ચમચી વરિયાળી એક જુડી કોથમીર સમારેલી ત્રણ ચમચા બટર એક… Read more…

સામગ્રી 3 કપ ગોળાકાર સમારેલા ભીંડા ½ કપ બેસન ½ કપ ચોખાનો લોટ મીઠુ સ્વાદ મુજબ લાલ મરચું સ્વાદ મુજબ ચાટ મસાલો સ્વાદ મુજબ સંચળ સ્વાદ મુજબ… Read more…

Add a Review

Rate this by clicking a star below: