Poteta Cabbage Flower Vegetable | બટેટા-કોબી ફ્લાવરનું શાક

Visited 897 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
350-400 ગ્રામ કોબી ફ્લાવર
350 ગ્રામ બટેટા
150 ગ્રામ ટમેટા
1 ½ ઈંચ આદુના ટુકડાનું છીણ
2 લીલા મરચા સમારેલા
2-3 ચમચા સમારેલી કોથમીર
તેલ તળવા માટે
½ ચમચી જીરૂ
1 ચપટી હિંગ
¼ ચમચી હળદર
1 ½ ચમચી ધાણાજીરૂ
¼ ચમચી ગરમ મસાલો
½ ચમચી લાલ મરચું પાઉડર
2 ચમચી કસુરી મેથી
મીઠુ સ્વાદ મુજબ
આખા મસાલા માટે
2 મોટી એલચી
½ ઈંચ તજનો ટુકડો
3 લવિંગ
8-10 કાળા મરી

રીત

કોબી ફ્લાવરના ફુલને ડિંટીયાથી અલગ કરી લો. બટેટાની છાલ ઉતારીને મોટી મોટી ચીપ્સ કરી લો. ટમેટા, આદુ અને લીલા મરચાને મિક્સ કરીને પીસી લો. આખા મસાલા માટેની બધી સામગ્રીને શેકીને ઠંડા કરી ભુક્કો કરી લો.
કડાઈમાં તેલ ગરમ કરી બટેટાને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી તેમાં કોબીફ્લાવરના ફુલને પણ લાઈટ બ્રાઉન કલરના થાય તે રીતે તળી લો.
એક પેનમાં 2-3 ચમચા તેલ ગરમ કરો. તેમાં જીરૂ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં હળદર, ધાણાજીરૂ, શેકેલા આખા મસાલામાંથી બનાવેલો ભુક્કો અને કસુરી મેથી ઉમેરીને સાંતળો. પછી તેમાં આદુ-મરચા અને ટમેટાની પેસ્ટ ઉમેરો અને પકાવો. જ્યારે ગ્રેવી ઉપર તેલ આવી જાય ત્યારે તેમાં અડધો પાણી, મીઠુ, ગરમ મસાલો ઉમેરો અને ઉકળવા દો. ગ્રેવી ઉકળવા માંડે એટલે તેમાં તળેલા બટેટા અને કોબી ફ્લાવર ઉમેરો

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-video-recipe-of-restaurant-style-aloo-gobhi-curry-5077657-PHO.html?seq=3

Related Listings

સામગ્રી- -1/2 કપ રાજમા -4 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ -1/2 ઈંચનો આદુંનો ટુકડો -2 નંગ લીલા મરચાં -1 ચપટી હિંગ -મીઠું સ્વાદાનુસાર વઘાર માટે- -2 ટીસ્પૂન તેલ -3/4… Read more…

Add a Review

Rate this by clicking a star below: