બદલાતી સિઝનમાં કફ-શરદીને જડથી દૂર કરવાના, પ્રાચીન ઉપાય

Visited 1909 times, 2 Visits today

View Location in Map

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
– થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે.
– ગરમ જળપાનથી શરીરની ગ્રંથિઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે.

– ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે.

– પાણીમાં સૂંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી,ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર  ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.
– ૧/૪ ચમચી એલચી ચુર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. એનાથી કફ, પિત્ત, રક્ત વિકારો, દમ, ચળ, તરસ, મોળ, ઉબકા, અરુચી, અપચો, મૂત્રાશયના રોગ, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટે છે.
– સૂંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલું એક ચમચી જેટલું ચુર્ણ એક ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ,ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છે. સાથે જરૂરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તિ મુજબ બેત્રણ કિલોમીટર દરરોજ ચાલવું વગેરે.
– નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી અને સળેખમ મટે છે.
– હળદર ચુર્ણના ધુમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે.
– સૂંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકુટા ચુર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે.
– દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ નાખી રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસ રોગ મટે છે. થોડા દિવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.
નવી શરદીમાં ખાટા દહીંમાં ગોળ અને મરીનું ચુર્ણ નાખી ખાવાથી લાભ થાય છે.
– એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દિવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી.
– ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-40-best-home-remedies-for-cough-problem-4962750-PHO.html?seq=5

Related Listings

ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. Read more…

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: