બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે 1 ગ્લાસ ગરમ દૂધ, ફાયદા જાણી ચોક્કસ રોજ પીશો

Visited 623 times, 2 Visits today

View Location in Map

લોકોને દૂધ પીવું સહેજ પણ પસંદ નથી હોતું, એમાંય ગરમ દૂધનું નામ સાંભળી મોઢા બગડી જતાં હોય છે કારણ કે મોટાભાગના લોકોને ગરમ દૂધ પીવાથી અદભુત ફાયદાઓ વિશે ખબર જ નથી હોતી. ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે. આમ તો આપણે બધાં દૂધની પૌષ્ટિકતા અને ગુણો વિશે જાણીએ છીએ પરંતુ ગરમ દૂધનું સેવન કેવા સ્વાસ્થ્ય લાભ આપે છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
નોંધઃ દૂધમાં ગળ્યું કરવા માટે તેમાં ખાંડ ન નાખવી, ખાંડ કફકારક હોય છે. દૂધમાં ખાંડ મિક્ષ કરવાથી તેમાં રહેલું કેલ્શિયમ નષ્ટ થઈ જાય છે. જો તમને ગળ્યું દૂધ ભાવતું હોય તો તેમાં સાકર, મધ નાખી શકો છો.

પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત
ગરમ દૂધ પ્રોટીન અને વિટામિનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જેથી તમારે રોજ એક ગ્લાસ ગરમ દૂધ તો પીવું જ જોઈએ. જો તમારે મજબૂત માસપેશીઓ જોઈતી હોય તો બ્રેકફાસ્ટમાં દૂર પીવાનું રાખવું.
કેલ્શિયમની ઉણપ દૂર કરે
જો તમારા દાંત સંવેદનશીલ છે તો ગરમ દૂધ તમારા માટે લાભકરી સાબિત થશે. ગરમ દૂધમાં કેલ્શિયમ, આયોડીન અને ફોસ્ફોરસ હોય છે. જે દાંત અને પેઢાને મજબૂતી આપે છે. ભોજનની વચ્ચે ગરમ દૂધ પીવાથી દાંતની કોટિંગ બરકરાર રહે છે.
શરીરમાં પાણીની કમીને દૂર કરે છે
ગરમ દૂધ આખા શરીરને રિચાર્જ કરે છે. જો તમે જીમથી કસરત કરીને આવો ત્યારે એક ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીઓ. આનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની ઉણપ દૂર થાય છે અને શરીર તરત હાઈડ્રેટ થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-amazing-ten-benefits-of-drinking-hot-milk-daily-5074869-PHO.html?seq=2

Related Listings

કબજિયાત એક એવી સમસ્યા છે જેનો મોટાભાગના લોકો મજાક ઉડાવતા હોય છે પરંતુ જે લોકો આ સમસ્યાથી પીડાય છે તેમને કબજિયાતને કારણે અનેક સમસ્યાઓ ભોગવવી પડતી હોય… Read more…

કેટલાક લોકો એવું માને છે કે વજન ઉતારવું બહુ જ અઘરું હોય છે, પણ તમને જણાવી દઈએ કે વજન ઘટાડવાના ડાયટ પ્લાન સરળ હોય છે અને જેની… Read more…

Add a Review

Rate this by clicking a star below: