Babycorn Paneer | બેબીકોર્ન પનીર

Visited 221 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
500 ગ્રામ પનીર
7-8 બેબીકોર્ન બાફીને મોટા ટુકડા કરેલા
10-12 સુકા લાલ મરચા
8-10 લસણની કળી
1 ઈંચ આદુનો ટુકડો
1 ચમચી જીરૂ
7-8 લવિંગ
1 ચમચી રાઈ
1 ઈંચ તજનો ટુકડો
મીઠુ સ્વાદ મુજબ
½ કપ માલ્ટ વિનેગર
2 ચમચા તેલ
2 ડુંગળી સમારેલી
2 ટામેટા સમારેલા
¾ કપ ટોમેટો પ્યુરી
2 ચમચા ખાંડ

રીત
મિક્સર જારમાં સુકા લાલ મરચા, લસણ, આદુ, જીરૂ, લવિંગ, તજ, રાઈ, મીઠુ અને માલ્ટ વિનેગર મિક્સ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટામેટા ઉમેરો અને પાકવા દો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં બાફેલી બેબીકોર્ન અને ટોમેટો પ્યુરી તેમજ પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠુ અને ખાંડ ઉમેરી અડધો કપ પાણી રેડો. શાકને 3-4 મિનીટ પાકવા દો. પછી તેમાં પનીર ક્યુબ્સ ઉમેરો અને થોડીવાર પકાવો. તૈયાર છે બેબીકોર્ન પનીર.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-different-style-delicious-paneer-curry-recipe-for-week-end-menu-5076623-PHO.html?seq=3

Related Listings

સામગ્રી બે કપ પનીર દસ-બાર બેબી બટાટા બાફેલા એક કપ લીલા વટાણા બાફેલા એક મોટો ટુકડો આદું બે-ત્રણ લીલાં મરચાં સમારેલા બે ચમચી આમચૂર પાવડર અડધી ચમચી… Read more…

સામગ્રી ચારસો ગ્રામ પનીરના ક્યુબ એક ચમચો તેલ અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધો કપ ટામેટાં સમારેલા અઢી ચમચી ટામેટાંની પ્યોરી એક ચમચી લાલ મરચું પાવડર દોઢ… Read more…

Add a Review

Rate this by clicking a star below: