Bread mini pizza | બ્રેડ મિની પિઝા

Visited 653 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

6 સ્લાઈસ બ્રેડ
1 ચમચો ચણા અંકુરિત
1 ચમચો બ્રેડ ક્રમ્સ
1/2 ચમચી ચાટ મસાલો
1 ચમચો રવો
1 ચમચો મકાઈનો લોટ
1 ક્યુબ ચીઝ
50 ગ્રામ પનીર
ગાજર
લીલી ડુંગળીના પાન
કોબી
કેપ્સિકમ
રાઈ
મીઠો લીમડો
કોથમીર
મીઠું સ્વાદાનુસાર
ટોમેટો કેચપ

રીત

બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠું નાખીને પંદર મિનિટ રહેવા દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા, પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર પચ્ચીસથી ત્રીસ મિનિટ બેક કરો. બ્રાઉન શેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ અને લીલી ચટણી લગાવીને ગરમાગરમ બ્રેડ પિઝા સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-homemade-healhty-fast-food-recipe-for-kids-5072784-PHO.html?seq=7

Related Listings

સામગ્રી એક મિડિયમ સાઇઝનું રિંગણ એક ચમચી હળદર એક ચમચો ધાણાજીરૂ એક ચમચો ખંબાતી (પારસી સંભાર) અડધુ લીંબુ મીઠું સ્વાદાનુસાર રીત રીંગણને ધોઇ મિડિયમ સાઇઝના આઠ-દસ ટુકડા… Read more…

Add a Review

Rate this by clicking a star below: