બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસમાં ફાયદાકારક છે તમાલપત્રનો ઉપયોગ

Visited 743 times, 1 Visits today

View Location in Map

ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોકે દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આનું વાનસ્પતિક નામ સિન્નામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે. તો ચાલો આજે જાણી લઈએ તમાલપત્રના ઔષધીય ફાયદા અને હર્બલ નુસખાઓ વિશે.
તમાલપત્ર :  તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હલકા હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.

-પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુઃખાવો, લકવો અને માસપેશીઓમાં દુઃખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.
મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.
 -ગેસની સમસ્યામાં કે પેટના દુખાવામાં ચપટી તમાલપત્રનું ચૂર્ણ કાચા જીરા સાથે ચાવીને ખાઈ જવાથી ઝડપથી રાહત મળે છે. ડાંગના આદિવાસીઓ પેટ સંબંધી સમસ્યામાં આ જ નુસખાનો ઉપયોગ કરે છે.
-તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ 2 ગ્રામ લેવું અને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવું અને પછી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આદિવાસીઓનું માનવું છે કે સતત દિવસમાં બે વાર આ નુસખો અજમાવવાથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહે છે..
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-bay-leaf-is-beneficial-for-skin-hair-and-health-5079866-PHO.html?seq=2

Related Listings

Add a Review

Rate this by clicking a star below: