Bharela Karela | ભરેલાં કારેલાં

Visited 704 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
આઠ કારેલાં
એક ચમચો તેલ
એક ડુંગળી
અડધો ઈંચ આદુંનો ટુકડો
છ-આઠ કળી લસણ
એક ચમચી ધાણા પાવડર
એક ચમચી જીરૂં પાવડર
અડધી ચમચી હળદર પાવડર
બે ચમચી આમલીનો રસ
અડધી ચમચી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદાનુસાર

ભરવા માટે
એક કપ ચણાનો લોટ
એક ડુંગળી
પા ચમચી ગરમ મસાલો
એક ચમચો અજમો
અડધી ચમચી લાલ મરચુંનો પાવડર
કોથમીર જરૂર પ્રમાણે
મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ કારેલાંને છોલીને ધોઈ લો. એક તરફ કાપો મૂકી બી કાઢી લો. અંદર અને બહાર મીઠું લગાડી ચાર કલાક સુધી મૂકી રાખો. પછી પાણીમાં ધોઈ લો અને બાજુ પર મૂકો. ડુંગળીને છોલીને ધોઈ ઝીણી સમારી લો. આદું અને લસણને છોલીને તેની પેસ્ટ બનાવી દો. કોથમીરને ચૂંટી, ધોઈને ઝીણી સમારી નાખો. ચણાના લોટને નોનસ્ટિક પેનમાં શેકો. સુગંધ આવે એટલે પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. હવે તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો અને અજમો નાખો. આ મિશ્રણને કારેલામાં ભરો અને બાજુમાં મૂકી દો. એક કડાઈમાં તેલ ગરમ કરો. બાકી રાખેલી સમારેલી ડુંગળી સાંતળો. હવે તેમાં આદુંલસણની પેસ્ટ નાખો. ધાણાજીરું, લાલ મરચું, હળદર નાખી હલાવો. સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ભરેલાંકારેલાં નાખો. હલાવતાં રહો. આમલીનો રસ નાખો. દસપંદર મિનિટ સુધી ગેસ પર રાખો અને શાકને ચઢવા દો. ગરમ ગરમ પીરસો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-mouthwatering-special-stuffed-vegetables-curries-recipe-5088430-PHO.html?seq=2

Related Listings

સામગ્રી કોફતા માટે 350-400 ગ્રામ બટેટા 4 ચમચા આરારોટ મીઠુ સ્વાદ મુજબ 1 ચમચો સમારેલી કોથમીર 10-12 કાજુ 30 કિસમીસ તેલ ગ્રેવી માટે 2-3 ટમેટા 2-3 લીલા… Read more…

Add a Review

Rate this by clicking a star below: