મગજની કાર્યક્ષમતા વધારતા 6 સર્વશ્રેષ્ઠ આહાર

Visited 743 times, 2 Visits today

View Location in Map

સારા સ્વાસ્થ્યમાં સ્વસ્થ શરીરની સાથે સ્વસ્થ મન પણ આવે છે. માનસિક ફીટનેસ સંપુર્ણ સ્વાસ્થ્ય માટે બહું મહત્વપુર્ણ હોય છે. માનસિક સ્વાસ્થ્ય માટે ઉચિત પોષણ બહું જરૂરી હોય છે. આહાર કેટલીય માનસિક સ્વાસ્થ્ય બીમારીઓના વિકાસને અટકાવવામાં એક મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલાક આહાર તેમાં સમાવવા જરૂરી છે.  તે કયા કયા છે તે જાણીએ.

1. ઓટ્સ
ઓટ્સ માનસિકસ્વસ્થતા માટે બહું જરૂરી છે. ઓટ્સમાં કાર્બોહાઈડ્રેડની ભરપૂર માત્રા હોય છે. આના દ્રારા શરીરમાં ઉર્જા અને ગ્લુકોઝની પુર્તિ શરીરમાં કરે છે. ઓટ્સ દરેક ઉંમરના લોકો માટે ઉત્તમ આહાર ગણાય છે.

2. અળસી
અળસી માનસિક સ્વસ્થ્તા માટે જરૂરી છે. પોતાના મગજની શક્તિ વધારવા માટે આહારમાં આનો સમાવેશ કરો.

3. અખરોટ
અખરોટથી માનસિક સ્વાસ્થ્ય માટેનો મહત્વોનો આહાર છે જે તમને હોશિયાર અને સતેજ કરવામાં મદદ કરશે. સવારે નાસ્તામાં અખરોટનું સેવન હિતાવહ છે.

4. લીલા પાંદડાંવાળી ભાજી
લીલા પાંદડાંવાળી ભાજી સમગ્ર ફીટનેસ સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

5. કાર્બોડાઈડ્રેડ
એક સર્વે પ્રમાણે જે લોકો કાર્બોહાઈડ્રેડ નથી લેતા એમની તુલનામાં જે લોકો પ્રમાણમાં કાર્બોડાઈડ્રડેડ લે છે તેમનું મગજની કાર્યક્ષમતા વધારે સારી હોય છે.

6. ઈંડા
ઈંડામાં પ્રોટીનનો ઉચ્ચ સ્ત્રોત હોય છે. આ દ્રારા આપણી યાદદાસ્તને મજબૂત બનાવાવમાં મદદ મળે છે.  જો તમે નાસ્તામાં બાફેલા ઈંડા ખાવ છો તો તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

Source : Sandesh

Related Listings

આપણી આસપાસ ઘણા એવા કેમિકલ અને તત્વો રહેલાં હોય છે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. Read more…

દિવસની શરૂઆત સારી અને હેલ્ધી વસ્તુઓ ખાઈને થાય તે બહુ જ જરૂરી છે કારણ કે સવારે ઉઠતાં જ શરીરને ઊર્જાની જરૂર પડે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: