મગજને ધીરે-ધીરે નિષ્ક્રિય બનાવી દે છે આ રોગ, બચવા ખાઓ સુપરફુડ

Visited 631 times, 3 Visits today

View Location in Map

અલ્ઝાઈમર એક એવો રોગ છે જેનાં લક્ષણ ધીરે-ધીરે જોવા મળે છે. દરદીની ઘણી સમસ્યાઓ એવી હોય છે કે પરિવારના લોકો તેને સમજી પણ શકતા નથી. તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. વાસ્તવમાં અલ્ઝાઈમરના દરદીઓની સમસ્યાઓ સમજવા અને તેનો ઉકેલ લાવવાની જવાબદારી તેના પરિવારના લોકોની જ છે,કારણ કે દરદી પોતે તો તેનાં લક્ષણોને ઓળખી શકતો નથી. યાદશક્તિ નબળી પડવી, કહેલી વાતોને ભૂલી જવી, ચહેરો ઓળખવામાં મુશ્કેલી થવી વગેરે જેને પરિવારના લોકો દરદીની ભૂલ સમજી બેસે છે.

અલ્ઝાઈમરના દરદીના મગજમાં સંદેશો પહોંચાડનારી કોશિકાઓ એટલે કે ન્યૂરોન્સ યોગ્ય રીતે કામ કરી શક્તી નથી. સામાન્ય રીતે ન્યૂરોન્સ અંદરોઅંદર એકબીજા સુધી સંદેશ મોકલે છે. જેને કારણે વિવિધ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. ન્યૂરોન એવી કોશિકાઓ છે જે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ જાય તો પછી ઠીક થઈ શક્તી નથી અને નવી પણ બની શક્તી નથી. આ ક્ષતિ (નુકસાન) કાયમી હોય છે. જ્યારે ન્યૂરોન ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે એકબીજા સુધી સંદેશ પહોંચાડી શક્તા નથી, તેમનો પરસ્પરનો સંપર્ક તૂટી જાય છે. આ રીતે મગજના વિવિધ ભાગ જે સામાન્ય રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, તે સારી રીતે કામ કરી શક્તા નથી. અલ્ઝાઈમરના દરદીઓના વ્યવહાર અને વ્યક્તિત્વમાં આ જ કારણસર પરિવર્તન જોવા મળે છે.
નિષ્ણાંતોનું માનવું છે કે અલ્ઝાઈમરને રોકવા માટે નિયમિત કસરત અને કેટલાક હેલ્ધી ફુડ પણ બહુ જરૂરી છે. તો ચાલો જણાવી દઈએ તે ફુડ વિશે.
અનાજ અને બદામ
તમારા ભોજનમાં ઘઉંનું ખાસ કરીને સમાવેશ કરો. આ ન માત્ર કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક હોય છે. આ સિવાય બદામ, કાજૂ અને અખરોટ એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી ફેટી એસિડથી ભરપૂર હોય છે. જેથી આ ખાવાથી અલ્ઝાઈમરના રોગમાં ફાયદો થાય છે.
સીપ
જો તમને સીફુડ ભાવતું હશે તો તમે સીપ ખાઈ શકો છો. જી હાં, તેમાં ઝિંક અને આયર્ન હોય છે જે મગજને તેજ અને એકાગ્ર બનાવે છે.
ચોકલેટ
હદથી વધારે ચોકલેટ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જોકે મગજ માટે ચોકલેટ ફાયદાકારક માનવામાં આવે છે. ચોકલેટમાં ફ્લાવોનોલ્સ હોય છે જે મગજમાં લોહીના પરિભ્રમણને વધારે છે.
ઈંડા
આમ તો રોજ એક ઈંડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઈંડામાં વિટામિન બી12 અને કોલાઈન ભરપૂર માત્રામાં હોય છે. જે મગજની કોશિકાઓનું નિર્માણ કરે છે જેનાથી યાદશક્તિ તેજ બને છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં વિટામિન સહિત અનેત પોષક તત્વો હોય છે. બ્રોકોલીનું સેવન મગજની શક્તિ વધારવામાં મદદ કરે છે.
બીફ
ચરબી વિનાનું બીફ આયર્ન, વિટામિન બી12 અને ઝિંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે યાદશક્તિ વધારવાની સાથે મગજના અનેક વિકારોને પણ દૂર કરે છે.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-twelve-foods-to-prevent-alzheimer-disease-4994940-PHO.html?seq=6

Related Listings

Add a Review

Rate this by clicking a star below: