માઈક્રોવેવમાં ભોજન ગરમ કરીને ખાવાથી, સ્વાસ્થ્યને થાય છે આવા નુકસાન

Visited 378 times, 1 Visits today

View Location in Map

માઇક્રોવેવ વિના આજે કોઇને ચાલે છે? ઘર ઘરમાં જેનો વપરાશ છે એ માઇક્રોવેવ ઓવનના ફાયદા કરતાં એના ગેરફાયદા પર નજર કરશો તો તમે ચોંકી જશો. માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવાથી ખોરાકમાં રહેલા ડીએનએમાં તેની અસર થાય છે, જેથી શરીર તે ખોરાકને પચાવી શકતું નથી અને શરીરને નુકસાન પહોંચે છે. માઇક્રોવેવમાં મૂકેલા તમામ ખોરાક પર એક સરખી જ પ્રક્રિયા થાય છે.

માઇક્રોવેવ તેના કણોને વધુને વધુ ઝડપે હલાવે છે. ઘર્ષણની આ પ્રક્રિયાના કારણે ખોરાકમાં રહેલા વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને રેડિલોલિટીક તત્વો નાશ પામે છે.સ્વિસ, રશિયન અને જર્મનના વૈજ્ઞાનિકોના દ્વારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તમારા કિચનમાં મૂકેલું માઇક્રોવેવ તમારે માટે ગમે તેટલું ઉપયોગી હોય છતાં માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાના 10 નુકસાન અને અન્ય સંશોધન વિશે જણાવીશું.

બે કૂંડામાં બે છોડ રોપવામાં આવ્યા, જેમાંથી એકને માઇક્રોવેવમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી અપાતું જયારે બીજા છોડને શુદ્ધ પાણી અપાતું હતું. દસમાં જ દિવસે માઇક્રોવેવનું પાણી પીવડાવેલો છોડ બળી ગયો ને શુદ્ધ પાણીનો છોડ બચી ગયો. આ એક જ ઉદાહરણ કાફી નથી?
૧- માઇક્રોવેવ ઓવનમાં રાંધેલો ખોરાક ખાવાથી મગજના કોષ છુટાં પડી જાય છે અને મગજને કાયમી નુકસાન પહોંચે છે.

૨- ઓવનમાં બનાવેલો ખોરાક માનવ શરીર પચાવી શકતું નથી. જેથી પેટ સંબંધી અનેક રોગો શરીરમાં પ્રવેશે છે.

૩- માઇક્રોવેવમાં બનાવેલો ખોરાક સતત ખાવાથી પુરૂષ અને સ્ત્રીના હોર્મોનમાં ફેરફાર થાય છે અને તેને નવાં ઉત્પન્ન થતાં પણ રોકે છે.

૪-માઇક્રોવેવમાં બનાવેલા આહારના જે બાય-પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે તે શરીરમાંથી લાંબાગાળા સુધી બહાર નથી નિકળતા.

સંશોધન
માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકના વાસણોમાં જો તમે ખોરાક ગરમ કરીને ખાઓ છો તાજેતરમાં થયેલા આ સંશોધન વિશે એકવાર જાણી લેવું જોઈએ. એક વેબસાઈટમાં પ્રકાશિત ખબર મુજબ અમેરિકા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્વાયર્મેંટલ હેલ્થ સાયન્સ મુજબ માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ગરમ કરવાથી ચેમાં રહેલા કેમિકલ્સ ઈનફર્ટિલિટી, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવા ખતરાને નોતરે છે.
સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના વાસણોમાં રહેલું એન્ડોક્રાઈન ડિસરાપ્ટિંગ કેમિકલ્સ (ઈડીસી) શરીરને નુકસાન પહોંચાડી શકે છે. માઈક્રોવેવમાં આવા વાસણોમાં ખાવાનું ગરમ કરતી વખતે તેમાં રહેલાં કેમિકલ્સ ભોજનના સીધા સંપર્કમાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે પ્લાસ્ટિકના વાસણોમાં લગભગ 800 પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે.
આ સંશોધનમાં આ વાત પણ જાણવા મળી છે કે ઈડીસી શરીરની હોર્મોનલ પ્રક્રિયામાં બાધા પેદા કરે છે અને બ્રેસ્ટ અને પ્રોટેસ્ટ કેન્સરનું રિસ્ક પણ વધારે છે. આ પહેલાં પણ થયેલા કેટલાક સંશોધનમાં પ્લાસ્ટિકના વાસણો અને બોટલોમાં મળનારા કેમિકલ બીપીએને સ્વાસ્થ્ય માટે અનેક સમસ્યાઓનું કારણ માનવામાં આવ્યું છે.
Source By: gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-heating-food-in-microwave-is-harmful-to-health-5065704-PHO.html?seq=4

Related Listings

શિંગોડામાં ભેંસના દૂધ કરતાં વધુ મિનરલ્સ હોય છે. થાયરાઈડના ઉપચાર શિંગોડામાં મેગ્નીજ અને આયોડીનની ભરપૂર માત્રા હોય છે તેથી એના પ્રયોગથી થાયરાઈડ ગ્રંથિની કાર્યશૈલી સુચારૂ રહે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: