મીઠાના ચમત્કારી ફાયદા+ઉપયોગ, તમારી રોજની સમસ્યામાં આવશે કામ

Visited 589 times, 1 Visits today

View Location in Map

મીઠું આપણા ભોજનનો સ્વાદ વધારે છે. મીઠાને સબરસ પણ કહેવાય છે. તેના વિના વ્યંજનો ફિક્કાં લાગે છે, ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું જેટલું જરૂરી હોય છે એટલું જ શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠું ફાયદાકારક હોય છે. મીઠાનું સેવન ન કરવામાં આવે તો લોહીમાં ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. આ સાથે મીઠાનું સેવન વધવાથી નુકસાન પણ થાય છે. આમ મીઠાના પાંચ પ્રકાર હોય છે પરંતુ સામાન્ય રીતે બે પ્રકારનું મીઠું લગભગ બધાં ઘરોમાં વાપરવામાં આવે છે તે સાદું મીઠું (દરિયાઈ) અને બીજું સિંધાલૂણ, એ ખનિજ મીઠું છે. મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તેના અન્ય પણ ચમત્કારી ઉપયોગ અને ઉપચાર છે જે બહુ જ સરળ અને કારગર છે જે આજે અમે તમને જણાવાના છે.
શરીર માટે કયુ મીઠુ શ્રેષ્ઠ ?

કુદરતી રીતે મીઠાના અગરમાં દરિયાના પાણીમાંથી જે પાકે છે એ કુદરતી મીઠું (સી સોલ્ટ) ખાવું જોઈએ. કલરમાં તે લાઇટ બ્રાઉન, જોવું ન ગમે એવું હોય છે અને ટેબલ સોલ્ટ કરતાં સરખામણીમાં થોડું મોઘું હોય છે, પરંતુ એમાં જમીનમાંથી શોષાયેલા મેન્ગેનીઝ અને કેલ્શિયમ કમ્પાઉન્ડ હોવાથી એ વધારે સારું કહેવાય. સી સોલ્ટમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ ભરપૂર માત્રામાં હોવાથી એ હેલ્ધી હોય છે

મીઠાના ઉપયોગ અને ફાયદા
-દુઃખતા દાંત અને ફુલેલા પેઢાની તકલીફમાં દિવસમાં 3-4 વખત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.
-કબજિયાતની સમસ્યામાં રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઈ જવાથી સવારે શૌચ સાફ આવે છે.
-કૃમિની તકલીફ હોય તો દરરોજ સવારે ઉઠ્યા પછી તરત અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને તે થોડા દિવસો સુધી પીવાથી આરામ મળે છે.
-તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાડવું. થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરનો મેલ દૂર થઈ ચહેરો નિખરે છે.
અન્ય ઉપયોગ અને ફાયદા-
-ગળાનો સોજો અને તેમાં ચીકાશ રહેતી હોય તો મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવાથી તરત આરામ મળે છે.
-શરદી, સળેખમ વગેરે નાકના રોગોમાં મીઠાવાળા પાણીનું નાસ લેવાથી ફાયદો થાય છે.
-ઊલટીની સમસ્યામાં મીઠા અને મરીનું ચૂર્ણ લેવાથી ઝડપથી આરામ મળે છે.
– સામાન્ય તાવમાં ગરમ પાણીમાં નાની ચમચી મીઠું ભેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી સાદો તાવ ઉતરી જાય છે.
-મીઠા સાથે અજમાની ફાંકી લેવાથી પેટનો દુઃખાવો અને શૂળ ઝડપથી મટી જાય છે.
-મૂત્રદોષ હોય તો મીઠાવાળું ઠંડુ પાણી પીવાથી મૂત્ર સાફ આવે છે.
-જખમ પણ મીઠાવાળા પાણીનો પટ્ટો બાંધવાથી જખમ પાકતો નથી અને જલ્દી રુઝાઈ જાય છે.
-કોઈપણ વસ્તુ ખાધા પછી મીઠાવાળા પાણીના કોગળા કરવાથી દાંતમાં સડો લાગતો નથી.
-કંઈપણ વાગ્યું હોય, મૂઢમાર કે મચકોડ હોય તો મીઠું અને હળદર વાટીને તે ભાગે લગાવવાથી તે ઝડપથી સારું થઈ જાય છે.
– મધમાખી, પીળા રંગના ડંખ કે કોઈપણ જીવ-જંતુઓના ડંખ પર મીઠું ચોળવાથી દર્દમાં રાહત થાય છે.
– ત્રણ-ચાર ગ્રામ વાટેલો અજમો, એક લીંબુનો રસ તથા નાની અડધી ચમચો મીઠું એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી કેવો પણ પેટનો શૂળ હોય મટી જાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-salt-benefits-benefits-and-uses-of-salt-in-many-problems-5088438-PHO.html?seq=2

Related Listings

આધુનિક જીવનની ભાગદોડે આપણી ફૂડ પેટર્નમાં ધરખમ ફેરફારો કરી દીધા છે. તાજા બનેલા ફ્રેશ ફૂડનું સ્થાન જન્ક ફૂડ અને કેન્ડ ફૂડે લઈ લીધું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: