મીઠા લીમડાનો ચમત્કારી પ્રયોગ, વાળની અનેક સમસ્યાને કરશે જડથી દૂર

Visited 569 times, 1 Visits today

View Location in Map

મીઠા લીમડામાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન અને બીટા કેરોટીન હોય છે, જે વાળને થતાં નુકસાનથી બચાવે છે સાથે જ વાળ પાતળા થવાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. મીઠો લીમડો વાળના મૂળને નવજીવન પ્રદાન કરે છે. આપણે આપણા ખોરાકમાં પણ મીઠા લીમડાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જે લોકો પોતાના ખોરાકમાં મીઠા લીમડાનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરે છે તેઓ તેના ગુણોથી વંચિત રહી છે. જેથી આજે અમે ખાસ વાળની સમસ્યાઓ માટે મીઠા લીમડાના કેટલાક પ્રભાવી ઉપચાર બતાવવાના છે, જે ઘરમાં જ સરળતાથી કરીને વાળ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાશે.

વાળના મૂળને મજબૂત બનાવે છે
વધુ પડતાં કેમિકલનો ઉપયોગ અને પ્રદૂષણને કારણે આજકાલ વાળને ભયંકર નુકસાન પહોંચી રહ્યું છે. મોટાભાગના લોકો વાળ સંબંધી કોઈને કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એવામાં મીઠા લીમડામાં એ તમામ તત્વ મળી આવે છે જે વાળને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. જી હાં, તેના માટે મીઠા લીમડાના પાનને પીસીને તેનો લેપ બનાવી લેવો. ત્યારબાદ તેને સીધું વાળના મૂળમાં લગાવવું અથવા જો તમને તેના સ્વાદથી કોઈ પરેશાની ન હોય તો તમે મીઠા લીમડાને ખાઈ પણ શકો છો. આ પ્રયોગથી તમારા વાળા કાળા, લાંબા અને ભરાવદાર તો બનશે જ સાથે મૂળમાંથી પણ વાળ મજબૂત બનશે.

દહીં અને મીઠા લીમડાનું મિશ્રણ
અડધો કપ મીઠા લીમડાના પાનને દહીંની સાથે પીસી લેવું. હવે આ મિશ્રણને વાળમાં લગાવવું. થોડીક મિનિટ બાદ વાળ ધોઈ લેવા. આ પ્રયોગ વાળ માટે લાભકારી સિદ્ધ થાય છે. દહીંથી પણ વાળ હેલ્ધી બને છે.
સફેદ વાળ માટે પ્રયોગ
તણાવ, નશીલા પદાર્થોનું સેવન, અનુવંશિક કારણોથી આજે સમય પહેલાં મોટાભાગના લોકોના વાળ સફેદ થઈ જતાં હોય છે. તેના માટે મીઠા લીમડાનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવાથી આ સમસ્યા દૂર થાય છે. તેમાં વિટામિન બી હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવવાની સાથે વાળને પોષણ આપે છે. જેથી વાળ સફેદ થતાં અટકે છે.

વાળ ખરતા અટકાવે છે
મીઠા લીમડામાં વિટામિન બી1, બી3, બી9 અને સી હોય છે. આ સિવાય તેમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જેથી ડાયટમાં મીઠા લીમડાને અવશ્ય સામેલ કરવું જોઈએ. આનાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. સાથે વાળ ખરવા, તૂટવા જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
મીઠા લીમડાનું તેલ
કેટલાક મીઠા લીમડાના પાન લઈને તેને ચોખ્ખા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ તેને સૂર્યના તડકામાં સૂકવી દો. તે સૂકાઈને કડક ન થઈ જાય ત્યાં સુધી તેને સૂકાવા દેવું. હવે તેને પાઉડર તરીકે પીસી લો. હવે 200 ગ્રામ નારિયેળનું તેલ કે પછી જેતૂનનું તેલ લઈને તેમાં 4 કે 5 ચમચી મીઠા લીમડાનું પાઉડર મિક્ષ કરીને તેને ઉકાળી લો. ત્યારબાદ તેલને ઠંડુ કરીને ગાળીને એક બોટલમાં ભરી લેવું. આ તેલ વાળમાં લગાવવાથી વાળ સંબંધી અનેક સમસ્યાઓ ધીરે-ધીરે દૂર થવા લાગશે અને વાળ હેલ્ધી બનશે.

વાળ માટે માસ્ક બનાવો
મીઠા લીમડાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે તેમાં થોડું દહીં મિક્ષ કરી લેવું. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. તેને 20થી 25 મિનિટ માટે માથામાં રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. આ પ્રયોગ કરવાથી તમારા વાળ કાળા, ઘટ્ટ અને હેલ્ધી બનશે.
મીઠા લીમડાની ચા બનાવો
મીઠા લીમડાની ચા બનાવવા માટે મીઠા લીમડાને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં લીંબૂ અને ખાંડ મિક્ષ કરો. એક સપ્તાહ સુધી આવી ચા બનાવીને પીઓ. આનાથી તમારા નબળા વાળ મજબૂત બનશે, વાળને પોષણ મળશે, વાળ ખરતાં અને સફેદ થતાં બંદ થશે. આ ચા પાચન માટે પણ બહુ જ કારગર માનવામાં આવે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/lifestyle/health-food/12

Related Listings

એક સંશોધન પ્રમાણે રાત્રે મોડા સુધી જાગનારા લોકો વધુ કેલરી કન્ઝ્યુમ કરે છે, જેથી તેમનું વજન વધવાના ચાન્સ વધારે હોય છે. Read more…

નબળાઇને કારણે શરીર બીમારીઓનો શિકાર થઇ જાય છે. જો આપણે થોડી સાવધાની રાખીને તો આર્યુવેદિક રીતો અપનાવીએ તો આપણા સ્વાસ્થ્યની યોગ્ય રીતે દેખરેખ કરી શકીએ છીએ. Read more…

Add a Review

Rate this by clicking a star below: