Mathi papad Shak | મેથી પાપડનું શાક

Visited 665 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 ½ ચમચો મેથીના દાણા
1 ½ કપ કાચા પાપડના ટુકડા
2 ½ ચમચી તેલ
½ ચમચી રાઈ
¼ ચમચી હિંગ
¼ ચમચી હળદર
½ ચમચી લાલ મરચું પાઉડર
½ ચમચી ધાણાજીરૂ
1 ચમચો ગોળનો ભુક્કો
મીઠુ સ્વાદ મુજબ

રીત

મેથીના દાણાને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો. પછી તેને કુકરમાં પલાળેલા મેથીના દાણા અને પાણી ઉમેરીને 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય પછી મેથીના દાણાને પાણીમાંથી નિતારીને કાઢી લો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં દોઢ કપ પાણી, હળદર અને લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, ગોળ અને મીઠુ ઉમેરો અને ધીમા તાપે પાણી ઉકળવા માંડે ત્યાં સુધી પકાવો. ત્યારપછી તેમાં બાફેલા મેથીના દાણા અને કાચા પાપડના ટુકડા ઉમેરીને 5-7 મિનીટ પકાવો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. પછી ગેસ બંધ કરી દો તૈયાર છે મેથી પાપડનું શાક. તેને ગરમાગરમ જ સર્વ કરવું.
નોંધઃ મેથીના દાણા ન ભાવતા હોય તો તેની જગ્યાએ મેથીના પાનનો ઉપયોગ કરી શકો છો. વઘાર કર્યા પછી મેથીના પાનને થોડીવાર તેલમાં સાંતળવા અને પછી પાણી ઉમેરીને આગળની રીતને ફોલો કરવી.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-mouthwatering-traditional-gujarati-subji-curry-recipe-5075576-PHO.html?seq=2

Related Listings

Add a Review

Rate this by clicking a star below: