Brinjal Vadinu Shak | રીંગણ વડીનું શાક

Visited 717 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

એક ભરથા માટેનું મોટુ રીંગણ
એક મુઠ્ઠી મગ કે અડદની વડી
બે ડુંગળી ઝીણી સમારેલી
બે ટમેટા સમારેલા
પાંચ-છ કળી લસણ
એક ઈંચ આદુનો ટુકડો
એક ચમચી જીરૂ
એક ચમચી ધાણાજીરૂ
અડધી ચમચી હળદર
એક ચમચી લાલ મરચુ
મીઠુ સ્વાદ અનુસાર
અડધી ચમચી ગરમ મસાલો
બે ચમચા તેલ

રીત

પેનમાં તેલ ગરમ કરી તેમાં વડીને શેકી લો. શેકેલી વડીને સાઈડમાં મુકી દો. હવે પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી. તેમાં જીરૂ તતડવો. તેલમાં ડુંગળી, લસણ અને આદુ ઉમેરો તે સાંતળીને પછી ટમેટા ઉમેરો. ટમેટા પાકી જાય એટલે તેમાં બાકીના બધા મસાલા ઉમેરી સારી રીતે પકાવો. પછી તેમાં સમારેલુ રીંગણ અને શેકેલી વડી ઉમેરો. તેમાં અડધી વાટકી પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દો. તેજ તાપે પકાવો. એક સીટી વાગે એટલે ગેસ ધીમો કરી દો. 5-7 મિનીટ બાદ ગેસ બંધ કરી દો. કુકર ઠંડુ થઈ જાય અને તેમાંથી વરાળ નીકળી જાય પછી જ કુકર ખોલો. તૈયાર છે રીંગણ વડીનું શાક.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-various-type-of-all-time-favourite-baingan-curry-recipe-5083079-PHO.html?seq=6

Related Listings

સામગ્રી 10 ટિંડોળા 6 છાલ ઉતારેલા બેબી પોટેટો ½ કપ મોટા ટુકડામાં સમારેલા શક્કરીયા 4 મિડીયમ સાઈઝ રીંગણ 4 ચમચા તેલ ¼ ચમચી હિંગ સ્ટફિંગ માટે 5… Read more…

Add a Review

Rate this by clicking a star below: