રોગોથી બચવા દરેક ઘરે જ બનાવી પી શકે છે, આ ખાસ ઉનાળુ પ્રવાહી

Visited 564 times, 1 Visits today

View Location in Map

ગરમીમાં આપણને વધુ પાણીની કે પ્રવાહી પીવાની જરૂર રહે છે, કારણ કે પરસેવો વળવાને કારણે શરીરમાં જરૂરી પાણી ખતમ થઈ જાય છે. લગભગ ૩ લીટરની જગ્યાએ આપણને ૩.૫થી ૪ લીટર પાણીની જરૂર ઉનાળામાં પડે છે.

આમ તો આ પાણીની કમી ફક્ત પાણીથી જ દૂર કરવી બેસ્ટ ગણાય, પરંતુ સ્વાદ રસિકો પાણીમાં પણ સ્વાદ શોધતા હોય છે. આ સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ ભળે તો બીજું શું જોઈએ. આ પાણીની ઊણપ પૂરી કરવા, ગળામાં પડતો શોષ મટાડવા અને ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા આપણે શરબત કે ઠંડાં પીણાંને બદલે કયાં હેલ્ધી ડ્રિન્ક્સ વાપરી શકીએ એ જાણીએ વિશે આજે અમે તમને જણાવીશું અને હાં આ  ડ્રિન્ક્સ ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રૉબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ પણ પી વિના ડરે પી શકે છે, કારણ કે એમાં કોઈ ખાંડ કે મીઠાનો પ્રયોગ કરવામાં આવતો જ નથી.

કાકડી

આપણે બધા જાણીએ છીએ કે કાકડી ઉનાળામાં વરદાનરૂપ સાબિત થઈ શકે એમ છે. કાકડીમાં ઘણી માત્રામાં પોષણ અને પાણી છે જે ઉનાળામાં ઘણું જ ગુણકારી સાબિત થાય છે. પાચન માટે, મગજની તંદુરસ્તી માટે, કેન્સર અને હાર્ટ-ડિસીઝ સામે લડવા, સ્ટ્રેસને મૅનેજ કરવા માટે કાકડી ખૂબ જ ઉપયોગી છે. તેના માટે ૧ ગ્લાસ કાકડીના જ્યૂસ, ૩-૪ કાકડી, ૧૦ તુલસીનાં પાન, ૧૦-૧૫ ફુદીનાનાં પાન, ૧ ઇંચ જેટલો આદુનો ટુકડો,સ્વાદ અનુસાર લીંબુનો રસ

આ રીતે બનાવો- બધી સામગ્રી મિક્સ કરીને મિક્સરમાં હલાવી નાખો. ગાળવું ન હોય તો વધુ સારું નહીંતર ગાળી લો. અને તરત જ પીઓ. રાખી ન મૂકો. ફક્ત સ્વાદ માટે કે ઠંડું જ પીવું છે એમ વિચારીને એમાં બરફ નાખો તો ઠીક છે, બાકી ઠંડાનો આગ્રહ ન રાખો અને બરફ ન નાખો તો એ વધુ હેલ્ધી ગણાશે.
વરિયાળી

મોટા ભાગે લોકો તૈયાર વરિયાળીના શરબતના શીશા ઉપયોગમાં લેતા હોય છે જેમાં ભરપૂર માત્રામાં ખાંડ હોય છે. એ ન વાપરીને ઘરે જ એક હેલ્ધી પીણું તૈયાર કરી શકાય છે. આ પીણામાં ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓ પેટને ઠંડક પહોંચાડે છે, પાચન માટે ખૂબ જ ગુણકારી છે. ગરમીમાં લોકોને એસિડિટી, પેટમાં બળતરા થાય છે અને ખોરાક પચતો નથી એવી સ્થિતિમાં આ કૂલર બેસ્ટ છે. તેના માટે ૧-૨ ચમચી વરિયાળી, ૧૦-૧૨ કાળી દ્રાક્ષ, ૨-૩ ખડી સાકર, ૨ પીસ કોકમ

આ રીતે બનાવો-વરિયાળી, કાળી દ્રાક્ષ અને કોકમને આખી રાત પલાળી રાખો. સવારે કોકમને મસળીને ગાળી લો અને વરિયાળી અને દ્રાક્ષને એને પલાળવા માટે લીધેલા પાણી સાથે જ પીસી નાખો. એમાં ખડી સાકર અને કોકમનું પાણી નાખીને ફરીથી ક્રશ કરો. પીણું તૈયાર છે. પી જાઓ.
કાચી કેરીનું પીણું
ગરમીમાં લોકો કાચી કેરીનો પન્નો બનાવે છે, પરંતુ કેરીની ખટાશને પહોંચી વળવા એમાં ભારોભાર ખાંડ નાખે છે જે બિલકુલ અનહેલ્ધી છે. પન્નામાં નાખવામાં આવતા બીજા પદાર્થો જેમ કે જીરું, સંચળ, ફુદીનો બધું જ ગુણકારી છે. પન્નામાં ખાંડ ન નાખીને એને એકદમ પાતળો બનાવીને એટલે કે પાણીની માત્રા વધારીને કેરીની ખટાશને સરભર કરવામાં આવે તો એ વધુ ગુણકારી નીકળશે. કાચી કેરી શરીરમાંથી થતો બિનજરૂરી વોટર-લોસ અટકાવે છે અને એ રીતે શરીરમાંથી ખનીજ તત્વોને વહી જતાં પણ અટકાવે છે. સાથે-સાથે પાચનને સુધારે છે. કાચી કેરી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તેના માટે ૧ કાચી કેરી (તોતાપુરી જેવી ઓછી ખાટી કેરી),
૧ ચમચી શેકેલું જીરું, સંચળ સ્વાદ અનુસાર, ૧૦-૧૨ ફુદીનાનાં પાન,
૧ ઇંચ આદુનો ટુકડો
આ રીતે બનાવો -કેરીને બાફી લો અને એનો પલ્પ કાઢી લો. એમાં પાણી ઉમેરો. પાણીની માત્રા એટલી રાખવી કે એને લીધે કેરીની ખટાશ એટલી રહે જેટલી તમને ભાવે અથવા તમે આખો ગ્લાસ ભરીને પી શકો. હવે આ મિશ્રણને મિક્સરમાં ફુદીનો અને આદુ નાખીને પીસી લો. સંચળ અને જીરું નાખી હલાવો અને પીઓ.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-different-types-of-homemade-cool-juices-for-summer-4985941-PHO.html?seq=5

Related Listings

જો કે આજકાલ પણ કેટલાક લોકો તેમની ઉંમરની સદી પૂર્ણ કરીને અઢળક અનુભવ અને શાંતિ પોતાની સાથે લઈ જાય છે અને આવા લોકોને પ્રકૃતિ પૂર્ણ જીવન માટે… Read more…

કબજિયાત એક એવી સમસ્યા છે જેનો મોટાભાગના લોકો મજાક ઉડાવતા હોય છે પરંતુ જે લોકો આ સમસ્યાથી પીડાય છે તેમને કબજિયાતને કારણે અનેક સમસ્યાઓ ભોગવવી પડતી હોય… Read more…

Add a Review

Rate this by clicking a star below: