રોજની નાની-મોટી બીમારીમાં ડોક્ટર પાસે ન દોડો, અજમાવો સસ્તા નુસખા

Visited 532 times, 1 Visits today

View Location in Map

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જેથી આજે ઘરેલૂ નુસખાઓ તમારા માટે લઈને આવ્યા છે. જે સસ્તા અને સરળ છે.છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2.  ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4.   જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5.   અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6.   પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7.   સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8.   ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
9.   પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-easy-health-tips-and-home-remedies-for-many-health-problems-5080975-PHO.html?seq=2

Related Listings

            બાળકોથી માંડીને વૃધ્‍ધો સુધી સૌને પ્રિય બટાટાની ચિપ્‍સની આઠ જેટલી અગ્રણી કંપનીઓની ચિપ્‍સનું સીઈઆરસી (કન્‍ઝ્‍યુમર એજ્યુકેશન એન્‍ડ રિસર્ચ સેન્‍ટર)એ પરીક્ષણ કરતા તેમાં નમકનું પ્રમાણ બ્‍યુરો ઓફ… Read more…

Add a Review

Rate this by clicking a star below: