રોજ સવારે બ્રશ કર્યા વિના આ રીતે પીઓ પાણી, મળશે 10 મોટા સ્વાસ્થ્ય લાભ

Visited 596 times, 1 Visits today

View Location in Map

પાણી એ જ જીવન છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે.
સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.
વોટર થેરેપી
સવારમાં ખાલી પેટે પાણી પીવાનું ચણલ ક્યાંથી શરૂ થયું? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ. અહીંના લોકો સવારમાં ઉઠીને સીધા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જતા હતા. ત્યાર બાદ તે કલાક સુધી કંઈ પણ ખાતા નહીં.
વોટર થેરેપી ટ્રીટમેન્ટ જાપનીઝ લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વાતમાં કોઈ બેમત નથી કે, જાપાની લોકો દુનિયાના સૌથી ઉર્જાવાન અને કુશળ લોકોમાંના એક છે. સવારના પોરમાં ખાલી પેટે પાણી પીવાના કેટલાય અદભુત લાભ છે. જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો, પ્રયત્ન એ જ કરજો કે, પાણી થોડું હૂંફાળું હોય, જેથી તમે કોઈ પણ તૈલીય પદાર્થ ખાવ તો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય. તો ચાલો જાણી લો સવારમાં નરણાં કોઠે પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ મળી શકે છે.
ધીરે ધીરે પડશે આદત
રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ. એમાંય ઠોસ ખોરાક તો ભુલથી પણ ખાવા ન જોઈએ. શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે. જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.
ઉપચારની રીત
સવારે ઉઠતાંની સાથે બ્રશ કર્યા વિના ચાર ગ્લાસ પાણી પીવું.
બ્રશ કર્યાની 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં.
મોટી ઉંમરના લોકો માટે સવારે 4 ગ્લાસ પાણી પીવું મુશ્કેલ બની જાય છે, જેથી તેમણે ઓછી માત્રામાં પાણી પીવાથી શરૂઆત કરવી.
કેટલા દિવસમાં કઈ બીમારીમાં ફાયદો થશે?
હાઈ બ્લડપ્રેશર- 30 દિવસ
ગેસ- 10 દિવસ
ડાયાબિટીસ- 30 દિવસ
કબજિયાત- 10 દિવસ
કેન્સર- 180 દિવસ
ટીબી- 90 દિવસ
આર્થરાઈટિસના દર્દીઓએ પહેલાં સપ્તાહમાં ઈલાજની આ પ્રક્રિયાને ત્રણ દિવસ સુધી અપનાવવી ત્યારબાદ બીજા સપ્તાહથી રોજ આ પ્રક્રિયા અપનાવી શકે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-to-stay-healthy-drink-4-glass-of-water-in-the-morning-and-get-ten-benefits-5083735-PHO.html?seq=2

Related Listings

મેગીના હેલ્દી હોવાના દાવા પર ઉઠેલા વિવાદે એક મોટુ તોફાનનું રૂપ લીધુ છે. દેશભરમાં થયેલ અનેક શોધોમાં મેગી ખાવા માટે અસુરક્ષિત માનવામાં આવી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: