રોજ સવારે સાદું નહીં પણ પાઈનેપલ વોટર પીવાથી મળશે, Big Benefits

Visited 684 times, 3 Visits today

View Location in Map

આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે, જો તમારે સ્વસ્થ રહેવું હોય તો પોતાની દૈનિક પ્રક્રિયાને સારી બનાવવી જોઇએ. તમારા દિવસની શરૂઆતથી જ પોતાના શરીરની સ્વસ્થતા પર ધ્યાન આપવું જોઇએ. એવું કહેવામાં આવે છે કે, ખાલી પેટ નવશેકુ પાણી પીવાથી ઘણા લાભ થાય છે. આ જ રીતે આયુર્વેદમાં પાઇનેપલ વોટર માટે પણ કંઇક આવું જ કહેવામાં આવે છે.
હાં, અનાનસમાં ઘણા પ્રકારના પોષકતત્વ હોય છે જેની જરૂરિયાત તમારા શરીરને હોય છે. તેમાં વિટામિન સીની સાથે-સાથે બ્રોમેલિન પણ મળી આવે છે જે શરીરની હીલિંગ પ્રક્રિયામાં લાભકારી હોય છે. પાણીમાં અનાનસને સામેલ કરવાથી શરીરમાં ઘણા લાભકારી ગુણોની પૂર્તિ પણ થાય છે. જેનાથી શરીરના વિષાક્ત તત્વ બહાર નીકળી જાય છે અને બોડીમાં રોગો સામે લડવાની ક્ષમતા આવી જાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું અનાનસના પાણીનું સેવન કરવાના 10 અદભૂત ફાયદા-

શારીરિક ક્ષમકામાં વધારો કરે છેઃ-
અનાનસવાળા પાણીનું સેવન કરવાથી શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે. જો તમને સંધિવાના રોગથી પીડિત રહેતાં હોવ તો તમારે અનાનસના પાણીનું સેવન અવશ્ય કરવું જોઇએ. સાથે જ, જો તમને હાલમાં જ કોઇ ઘાવ થયો હોય તો આ પાણીનું સેવન કરવાથી તે સરળતાથી રૂઝ આવી જાય છે.
વજન ઘટાડવામાં મદદગારઃ-
અનાનસ, વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. જો દરરોજ સવાર-સવારમાં અનાનસ વોટરનું સેવન કરવામાં આવે તો, વજન ઘટી જાય છે અને શરીરમાં નબળાઇ પણ આવતી નથી. આ પાણીમાં થાઈમિલ મળી આવે છે જે શરીરના મેટાબોલિઝમને જાળવી રાખે છે અને શરીરની વધારે ચરબીને ઓગાળી દે છે.
પાચક રૂપમાં-
પેટ ખરાબ હોય અથવા કબજીયાતની સમસ્યા હોય, બધા જ પ્રકારમાં આ પાણી લાભકારી સાબિત થાય છે. આ પાણીના સેવનથી પાચનક્રિયા દૂરૂસ્ત થઇ જાય છે.
દાંતને બનાવશે ચમકદાર અને કીટાણુરહિતઃ-
અનાનસના પાણીના સેવનથી દાંતોમાં એક વિશેષ ચમક આવી જાય છે અને દાંતમાં પ્લોક પણ હટી જાય છે, કારણ કે, બ્રોમેલિન, દાંતના પ્લોકને રિમૂવ કરી દે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-the-ten-magical-benefits-of-pineapple-water-4982042-PHO.html?seq=5

Related Listings

ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. Read more…

વધતી ઉંમર સાથે માસપેશીઓમાં આવતી નબળાઈનું કારક પ્રોટીન વિશે સંશોધન દરમિયાન યૂનિવર્સિટી ઓફ આયોવાના વૈજ્ઞાનિકોએ બે એવા પ્રાકૃતિક યૌગિક વિશે પણ જાણકારી મેળવી, તે મુજબ વૃદ્ધ માસપેશીઓમાં… Read more…

Add a Review

Rate this by clicking a star below: