લાભકારી છે અજમાનું પાણી, જાણો ઉપયોગ રીત

Visited 715 times, 1 Visits today

View Location in Map

અજમો કેટલો ગુણકારી છે આ વાત તો મોટાભાગના લોકો જાણતા જ હશે. લગભગ દરેકના ઘરમાં કોઈને કોઈ રીતે અજમાનો ઉપયોગ કરવામાં આવે જ છે. પણ શું તમે જાણો છો કે અજમાની સાથે અજમાનું પાણી પણ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે અને તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને ગેસ, કબજિયાત, પેટમાં દર્દ, અપચો કે ડાયરિયા જેવી સમસ્યાઓમાં ઝડપી રાહત જોઈએ તો તેના માટે અજમાના પાણીનું સેવન રામબાણ દવાનું કામ કરે છે.
 અજમાના પાણીનું સેવન બાળકોથી લઈને વૃદ્ધો પણ કરી શકે છે. તેની કોઈ જ આડઅસર થતી નથી. આ બનાવવાની વિધિ પણ સરળ છે તેના માટે એક કપ પાણીમાં એક ચમચી અજમો નાખીને તેને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અડધું ન થઈ જાય. હવે આ પાણી જોવામાં ભૂરા રંગનું થઈ જશે. તેને ગ્લાસમાં ગાળીને ઠંડુ થયા પછી તેને તરત જ પી લેવું.
દાંતના દર્દમાંથી છુટકારો
અજમો દાંતના દર્દને દૂર કરવા અને મુખને સ્વસ્થ રાખવામાં કારગર માનવામાં આવે છે. જો તમને દાંતમાં દર્દ રહેતું હોય તો અજમાના પાણીથી દિવસમાં બે વાર કોગળા કરવા. આનાથી તમને દર્દમાં ઝડપથી રાહત મળશે.
અપચો
જો તમને વારંવાર અપચો થતો હોય તો આવામાં અજમાના પાણીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પાણીને નિયમિત પીવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે કારણ કે તે પાચક એન્જાઈમનું ઉત્પાદન કરે છે. પેટમાં ગેસ થવો કે પેટ ફુલી જવું જેવી સમસ્યાઓમાં પણ આ પાણીનું સેવન અસરકારક રીતે લાભ આપે છે.
વજન ઉતારે છે
અજમાના પાણીનું સેવન ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. આ ઝડપથી કાર્બ અને ફેટને બર્ન કરે છે. જેના કારણે ઝડપથી સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ મળે છે.
શરદી અને શરીર અકળાઈ જવાની સમસ્યામાં રાહત
જ્યારે તમે અજમાના પાણીને ઉકાળતા હોવ ત્યારે તેનું બાષ્પ (વરાળ) થોડીક વાર માટે તમારા શ્વાસથી અંદર લો. આવું કરવાથી જમા થયેલો કફ નિકળી જશે અને અકળાઈ જવાની સમસ્યામાં પણ રાહત મળશે.
ડાયરિયા
અજમાનું પાણી પીવાથી ડાયરિયા અને મરડાની સમસ્યામાં ઝડપથી ફાયદો થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-the-reason-and-best-benefits-of-why-drinking-ajwain-water-daily-5082789-PHO.html?seq=3

Related Listings

સાફ અને ચમકીલી ત્વચા દરેક યુવતીઓનું સપનું હોય છે. કેટલીક યુવતીઓની ત્વચા એટલી સાફ અને બેદાગ હોય છે કે તેને જોઇને લોકો ચોંકી જાય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: