લીલાં મરચા ખાવાથી સ્વાસ્થ્યને મળે છે શ્રેષ્ઠ ફાયદા, ઉમેરો તમારી ડાયટમાં

Visited 454 times, 1 Visits today

View Location in Map

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ભોજન સાથે કાચાં ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. લીલું મરચું માત્ર ભોજનનું જ સ્વાદ નથી વધારતું પણ તે ઔષધીનું પણ કામ કરે છે. તેમાં શરીરના અનેક રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. એટલા માટે તેને નિયમિત રીતે ભોજનની સાથે જ ખાવું જોઈએ અને ભોજનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો આજે જાણીએ ભોજનની સાથે લીલા મરચા ખાવાના કેટલાક ગજબના સ્વાસ્થ્ય ફાયદા વિશે.

મૂડને સુધારી દે છેઃ-
મરચુ ખાવાથી મગજમાં એક વિશેષ પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જે તમારા મૂડને હળવો કરી દે છે અને ખરાબ મૂળને તાજગી આપે છે.
ફેફસાને કેન્સરથી બચાવે છેઃ-
એક રિસર્ચ પ્રમાણે એ વાત સામે આવી છે કે લીલુ મરચુ ખાવાથી ફેફસાના કેન્સર સામે બચાવ થાય છે. જો તમે સ્મોકિંગ કરતા હો તો તમારે રોજ એક લીલું મરચુ જરૂર ખાવું જોઈએ.
કેન્સરથી બચાવઃ-
લીલા મરચામાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને કેન્સર પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
રોગો સામે લડવાની ક્ષમતા વધારે છેઃ-
લીલા મરચામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે પ્રાકૃતિક પ્રતિરક્ષામાં સુધારો કરે છે. તે તમને બીમારીઓથી બચાવે છે.
લૂ નથી લાગતીઃ
ગરમીના દિવસોમાં ભોજનની સાથે લીલુ મરચુ ખાઓ. ભોજનની સાથે જ મરચુ ખાવાથી લૂ નથી લગતી.
Source By : gujaratiwebduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-green-chili-benefits-benefits-of-daily-eat-green-chill-5116283-PHO.html?seq=3c

Related Listings

ધૃતકુમારી અર્થાત્ એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. Read more…

માઇક્રોવેવ વિના આજે કોઇને ચાલે છે? ઘર ઘરમાં જેનો વપરાશ છે એ માઇક્રોવેવ ઓવનના ફાયદા કરતાં એના ગેરફાયદા પર નજર કરશો તો તમે ચોંકી જશો. Read more…

Add a Review

Rate this by clicking a star below: