લોહી જાડું થવાની સમસ્યામાં દવાઓ નહીં, આ માંથી કોઈ 1 ખોરાક અપનાવો

Visited 743 times, 1 Visits today

View Location in Map

જે લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો હોય છે તેમનું લોહી પાતળુ હોવું બહુ જ જરૂરી છે, કારણ કે જો લોહી જાડું હશે તો સ્નિગ્ધતાને કારણે શરીરમાં વ્યવસ્થિત રીતે પરિભ્રમણ કરી શકશે નહીં. આ રીતે લોહી જાડું થવાથી લોહી ગંઠાઈ જાય છે જેના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોમાં લોહીનું પહોંચતું નથી.

ઘરે જ હાર્ટએટેક, સ્ટ્રોક અને બ્લડપ્રેશરથી બચવા માટે આપણે કેટલાક આહારની મદદથી લોહીને પાતળુ કરીને આવા ઘાતક રોગોથી બચી શકીએ છીએ, જી હાં આ ખોરાક નિયમિત ખાવાથી લોહીને પાતળુ કરવાની દવાઓ લેવી પડશે નહીં, કારણે કે આ બધાં નેચરલી લોહીને પાતળુ કરવા માટે સક્ષમ છે. આ ખોરાકમાં રહેલાં લોહીને પાતળુ કરતાં નેચરલ એજન્ટ્સ લોહીને જાડું થતાં અને લોહી ગંઠાવાની સમસ્યાને દૂર કરીને લોહીને પાતળુ કરે છે.
લોહીને પાતળુ કરતાં ખોરાક હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ઉત્તમ રહે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધી કોઈપણ બીમારી હોય તેવા લોકોએ પણ લોહીને પાતળુ કરતાં ખોરાકનું સેવન કરવું જોઈએ. આ ખોરાકના કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતાં નથી. તો આજે જાણી લો આ ખોરાક વિશે.
લસણ
લસણને ડાયટમાં સામેલ કરવાથી તે લોહીને પાતળુ રાખે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. આ સાથે લોહીની વાહિનીઓમાં ગંઠાયેલા લોહીને સામાન્ય કરે છે. તેના માટે તમે ગાર્લિક કેપ્સુલ્સ કે ખોરાકમાં લસણનો ઉપયોગ કરી શકો છો.
દ્રાક્ષ, કિસમિસ
આ ખોરાકમાં નેચરલ સેલિસાયલેટ એસિડ હોય છે જેમાં નેચરલ બ્લડ થીનર એજન્ટ હોવાથી તે લોહીને પાતળુ રાખે છે. એસ્પિરીન જે બ્લડને પાતળુ કરવાનું કેમિકલ એજન્ટ છે તેમાં પણ સેલિસાયલેટ હોય છે. તો તમે લોહીને પાતળુ કરવા માટે તેની દવાઓનું સેવન કરવા કરતાં દ્રાક્ષ અને કિસમિસનું સેવન કરી શકો છો.
આદુ
લોહીને પાતળુ કરવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો. આદુ હાર્ટ માટે સારું માનવામાં આવે છે સાથે જ તે લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. આદુ શરીરમાં થતી બળતરાને દૂર કરીને મસલ્સને રિલેક્સ કરે છે.
બેરીઝ
વિવિધ પ્રકારની બેરીઝ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને બળતરા દૂર થાય છે. સાથે બેરીઝનું સેવન લોહીમાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. લોહીને પાતળુ કરવા અને લોહીનું સર્ક્યુલેશન વધારવા માટે તમે બેરીના જ્યૂસનું સેવન કરી શકો છો. આ ફુડ નેચરલી તમારા લોહીને પાતળુ કરશે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-blood-problems-fifteen-amazing-foods-that-makes-your-blood-thin-easily-5109685-PHO.html?seq=3

Related Listings

સ્વસ્થ પેઢા એટલે કે ગુલાબી રંગની દાંતના મૂળના ભાગને ઢાંકતી ચાદર પેઢા દાંતની આસપાસ ટાઇટ સીલ થઇને રહે છે અને તેની નીચેના હાડકાના ભાગને પણ સપોર્ટ આપે… Read more…

ભોજન જીવનની મૂળભૂત જરૂરિયાત છે , શાસ્ત્ર કહે છે કે જીવન માટે ભોજન જરૂરી છે ન કે ભોજન માટે જીવન , સ્વાદના વશીભૂત હોય અમે ક્યારે-કયારે બિનજરૂરી… Read more…

Add a Review

Rate this by clicking a star below: