વધતાં વજનને કાબુમાં રાખશે દૂધ કેળાનો આવો પ્રયોગ

Visited 424 times, 2 Visits today

View Location in Map

એક અભ્યાસમાં દૂધ-કેળાની કેલરીવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરને કઇ રીતે સ્વસ્થ રાખી શકાય છે એ જાણવામાં આવ્યું. આ ડાયટ પ્રોગ્રામમાં ભોજનમાં દરરોજ ત્રણ કેળા અને એક કપ ફેટફ્રી દૂધ લેવાનું કહેવામાં આવ્યું છે. કેળા દૂધ પીતા પહેલાં અથવા પછી તેનું સેવન કરી શકાય છે. અથવા તો તમે દૂધ અને કેળાની સ્મૂદી બનાવીને પણ પી શકો છો. આ ડાયટમાં તમારે આ આહાર સાથે ખૂબ જ  પાણી પીવું જરૂરી છે.

દરેક કેળામાં 100 કેલોરી હોય છે. એક કપ દૂધમાંથી પણ 80થી વધારે કેલોરી મળે છે. જો તમે આ ડાયટ પ્લાન પ્રમાણે ચાલશો  તો એક દિવસમાં ત્રણવાર આ ડાયટ લેશો તો તમે 900ની આસપાસ કેલોરી નું સેવન કરશો. જે ખૂબ જ સારું છે વજન ઓછું કરવું હોય તો આ નુસખો બધા જ વ્યક્તિ માટે ખૂબ જ કારગર સાબિત થશે.

આ ડાયટ લેવાના ફાયદા

  • કેળા-દૂધથી ત્વચાને ખૂબ જ ફાયદો થાય છે અને ખીલના નિશાન પણ દૂર થવા લાગે છે. દાંત સફેદ કરવા માટે પણ આ એક કારગર છે. આ ઉપાય તમારી સુંદરતાને પણ વધારે છે.
  • કેળામાં વિટાનિન એ, બી, સી અને ઈ, મિનરલ્સ, પોટેશિયમ, ઝિંક, આર્યન વગેરે ઘણા પોષત તત્વ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
  • ફેટ ફ્રી મિલ્ક એટલે મલાઈરહિત. દૂધમાં ચરબીની માત્રા ઓછી હોય છે, એટલે તે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે સારો આહાર છે. મલાઈરહિત દૂધમાં ફેટ હોતુ નથી, પરંતુ અન્ય ઘણા જરૂરી પૌષ્ટિક તત્વ પણ હોય છે. મલાઈરહિત દૂધમાં રહેલ પ્રોટીન માંસપેશિઓને શક્તિશાળી બનાવે છે. જો તમે કસરત કર્યા પછી સ્કિમ્ડ મિલ્કનું સેવન કરો છો, તો તેનાથી તમારી માંસપેશિઓ મજબૂત થાય છે. આ સિવાય, તેના સેવનથી કોશિકાઓમાં થતી તૂટ-ફૂટની સારવાર માટે શરીરને જરૂરી ઉર્જા પણ મળે છે.
  • જ્યારે કેળા અને દૂધનું સેવન સાથે કરવામાં આવે છે તો શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઇબર અને મિનરલ મળે છે તે પણ ફેટ વિના. આ ડાઈટથી જે પોષણ મળે છે તે શરીરને ત્રણ ચાર દિવસ ઉર્જા આપવા માટે પૂરતાં હોય છે.
  • જ્યારે તમે કેળા-દૂધ ડાયટમાં લેશો તો બની શકે છે કે, અચાનક કેલોરી ઓછી થવાને કારણે તમને નબળાઈ આવી જાય. જોકે, આ નબળાઈ એટલી પણ નથી હોતી કે તમે સંભાળી ના શકો. છતાં પણ તમને નબળાઈ આવી ગઇ છે તો તમે એક ટાઇમ સામાન્ય ભોજન કરી શકો છો અને બે ટાઇમ કેળા દૂધ લઇ શકો છો. ત્યારે પણ તમારી કેલોરી ઓછી થઇ જશે. આ સિવાય, મહિલાઓને માસિક ધર્મ દરમિયાન આ ડાયટ ન લેવી જોઇએ કારણ કે, તેનાથી આર્યનની જરૂરિયાત પૂર્ણ થતી નથી.

Source : Sandesh

 

Related Listings

લોહી શરીરનું સૌથી મહત્વપૂર્ણ તત્વ હોય છે જે પોષક તત્વો અને ઓક્સિજનને આખા શરીરમાં લઇ જાય છે. શરીરની લગભગ તમામ પ્રણાલીઓ રક્તસંચાર પર જ નિર્ભર કરે છે. Read more…

લીંમડાને આયુર્વેદમાં એક ખૂબ જ ઉપયોગી વનસ્પતિ માનવામાં આવી છે. લીંમડાનો ઉપયોગ અનેક રોગોમાં ચમત્કારી અસર બતાવે છે. આના પ્રયોગથી અનેક અસાધ્ય બીમારીઓ સારી કરી શકાય છે. Read more…

સ્વાસ્થ્યને સારું રાખવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે. જો આ બાબતોમાં ચૂક થાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: