વધતી ગરમીમાં અપનાવો આ સરળ ઉપાય, દૂર થશે Stomach Problem!

Visited 601 times, 3 Visits today

View Location in Map

ઘણા લોકો ગરમીઓમાં ખરાબ પાંચન તંત્રને કારણે પરેશાન થતા રહે છે. જો આપણે ધ્યાન આપીએ તો ગરમીઓમાં આપણે વધારે પાણી પીવું જોઇએ અને ઓછું ભોજન કરવું જોઇએ. ગરમીની આ ઋતુમાં વધારે મસાલેદાર ભોજન કરવાથી અપચાની સમસ્યાઓ પેદા થાય છે. ગરમીઓમાં આપણે ધ્યાન રાખવું જોઇએ કે, ગરમ ઋતુમાં તરસ વધારે લાગે છે, માટે બની શકે તેટલું પાણીનું સેવન વધારે કરવું જોઇએ અને સાથે જ, સલાડ અને તરલ પદાર્થોનું સેવન વધારે કરવું જોઇએ. આ પદાર્થોનું વધારે સેવન કરવાથી વ્યક્તિનું પાંચન તંત્ર ઠીક રહે છે અને ડીહાઇડ્રેશન અને લૂની સમસ્યાથી પણ બચી શકાય છે. ચાલો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે, ગરમીની ઋતુમાં પેટની સમસ્યાઓમાંથી કેવી રીતે રાહત મેળવી શકાય છે.
વધારે પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન ગરમીની ઋતુમાં ખૂબ જ જરૂરી છે. તરલ પદાર્થોના સેવનથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે. ડિહાઇડ્રેશન અથવા પાણીની કમી હોવાને કારણે તમારું પાંચનતંત્ર ખરાબ થઇ શકે છે. આ માટે બની શકે તેટલું વધારે માત્રામાં પાણીનું સેવન કરવું અને રસદાર ફળોનું પણ સેવન કરવું.
દિવસમાં ઘણીવાર ભોજન કરવું-
સૌથી પહેલાં તમારે ભોજન કરવાના સમયમાં અંતર રાખવું, અને બને તો ભુખ લાગી હોય તેના કરતાં થોડું ઓછું ભોજન કરવું. સાથે જ, તમે ભોજન કરવા બેસો ત્યારે ભોજનમાં રસદાર ફળો અથવા રસદાર પદાર્થોને જરૂર સામેલ કરવા જોઇએ. આવું કરવાથી તમને પેટની કોઇ સમસ્યા ઉત્પન્ન નહીં થાય અને ભોજન સરળતાથી પચી જાય છે.
દહીં-
દહીંનું સેવન ઉનાળામાં કરવાથી પેટમાં થતી બીમારીઓ આપમેળે જ દૂર થઇ જાય છે. દહીંનું સેવન કરવાથી પાંચનક્રિયા યોગ્ય રહે છે, જેનાથી ભુખ વધારે લાગે છે અને ભોજન પણ યોગ્ય રીતે પચી જાય છે. દહીનું સેવન કરવાથી ડાઇટ પણ સારી રહે છે. જેના કારણે સ્કિન પર સારો ગ્લો આવે છે.
તળેલું ભોજનઃ-
ગરમીની ઋતુમાં તળેલા ભોજનનું સેવન બને તેટલું ઓછું કરવું જોઇએ. તળેલા ભોજનથી અપચા અને ગેસની સમસ્ય ઉત્પન્ન થાય છે. જો તમારે તમારું પાંચનતંત્ર યોગ્ય રાખવું હોય તો બને તેટલું સેકેલું ભોજન કરવું જોઇએ. આ સાથે જ મસાલેદાર ભોજન કરવાથી પણ બચવું જોઇએ. ગરમીની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે મસાલેદાર ભોજન એસિડીટીની સમસ્યા પેદા કરે છે અને સાથે જ, પેટની અન્ય બીમારીઓ ઉભી થવાની પણ સંભાવના રહે છે આ માટે બને તો મસાલેદાર ભોજન કરવાથી પણ બચવું જોઇએ.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-keep-your-stomach-healthy-in-summer-4970873-PHO.html?seq=4

Related Listings

શાકભાજી ખરીદવા સ્ટોર કરવા કાપવા બનાવવા અને ખાવામાં સફાઈનો મહત્વનો રોલ છે. થોડીક બેદરકારી શાકભાજીનો સ્વાદ અને આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: