વાળ, ત્વચા ને સ્વાસ્થ્ય માટે અતિગુણકારી છે આ 1 તેલ, આ રીતે કરો ઉપયોગ

Visited 415 times, 2 Visits today

View Location in Map

સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. જેથી આજે અમે તમને જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

-સરસિયાના તેલમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ જોવા મળે છે. તેમાં રહેલા ફેટી એસિડ વાળ માટે લાભદાયક છે. આ તેલ ટોનિક રૂપે કામ કરે છે. તે શરીરની કાર્યક્ષમતા વધારે છે સાથે શરીરની નબળાઈને દૂર કરે છે.
-કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળીઓ લસણની પણ નાખી શકો છો.
-જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
-જો કમરના દુખાવાથી તમે પરેશાન છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/lifestyle/health-food/

Related Listings

Add a Review

Rate this by clicking a star below: