Sambhariyu Shak | સંભારીયુ શાક

Visited 537 times, 3 Visits today

View Location in Map

સામગ્રી
10 ટિંડોળા
6 છાલ ઉતારેલા બેબી પોટેટો
½ કપ મોટા ટુકડામાં સમારેલા શક્કરીયા
4 મિડીયમ સાઈઝ રીંગણ
4 ચમચા તેલ
¼ ચમચી હિંગ

સ્ટફિંગ માટે
5 ચમચા તાજુ નાળીયેરનું છીણ
½ કપ સમારેલી કોથમીર
5 ચમચી ધાણાજીરૂ
1 ચમચી લાલ મરચું
2 ચમચી આદુ-મરચાની પેસ્ટ
1 ચમચો ખાંડ
½ ચમચી હળદર
મીઠુ સ્વાદ મુજબ
2 ચમચી બેસન

રીત
ટિંડોળાના અને રિંગણના ડિંટીયા કાપી લો. હવે તેમાં વચ્ચે કાપો મુકો. જો કે કાપો મુકો ત્યારે તેના બે ભાગ અલગ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈને સારી રીતે મિક્સ કરવી. આ સ્ટફિંગને ટિંડોળા તેમજ રીંગણમાં ભરી દો. બાકી વધેલા મસાલામાં બેબી પોટેટો અને શક્કરીયાને રગદોળી લો. કુકરમાં તેલ ગરમ કરો. તેમાં હિંગનો વઘાર કરો. પછી તેમાં ટિંડોળા, રીંગણ, બટેટા અને શક્કરીયા ઉમેરો અને થોડીવાર સાંતળો. પછી ¼ કપ પાણી અને વધેલુ સ્ટફિંગ મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દો. મધ્યમ તાપે 2 સિટી વાગે ત્યાં સુધી પકાવો. પછી ગેસ બંધ કરી દો. કુકરમાંથી જાતે વરાળ નિકળી જાય પછી તેને ખોલો. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-mouthwatering-traditional-gujarati-subji-curry-recipe-5075576-PHO.html?seq=3

Related Listings

સામગ્રી- -2 મધ્યમ કદના બટાટા -100 ગ્રામ ફ્લાવર -1 કપ ફ્રેશ મેથી સમારેલી -11/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ -1/2 ટીસ્પૂન જીરૂં -1 ચપટી હિંગ -1/4 ટીસ્પૂન કસૂરી મેથી… Read more…

સામગ્રી કોફતા માટે 250 ગ્રામ પનીર 2 બાફેલા બટેટા 6-7 કાજુ 10-15 કિસમીસ મીઠુ સ્વાદ મુજબ 2-3 ચમચા આરારોટ તેલ ગ્રેવી બનાવવા માટે 2 ડુંગળી 4 કળી… Read more…

Add a Review

Rate this by clicking a star below: