સવારે બ્રશ કર્યા વિના આ રીતે પીઓ પાણી, મળશે આ ચમત્કારી ફાયદા

Visited 422 times, 1 Visits today

View Location in Map

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.

શું તમે જાણો છો કે, સવારમાં ખાલી પેટે પાણી પીવાનું ચણલ ક્યાંથી શરૂ થયું? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ. અહીંના લોકો સવારમાં ઉઠીને સીધા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જતા હતા. ત્યાર બાદ તે અડધો કલાક સુધી કંઈ પણ ખાતા નહીં.

વોટર થેરેપી ટ્રીટમેન્ટ જાપનીઝ લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વાતમાં કોઈ બેમત નથી કે, જાપાની લોકો દુનિયાના સૌથી ઉર્જાવાન અને કુશળ લોકોમાંના એક છે. સવારના પોરમાં ખાલી પેટે પાણી પીવાના કેટલાય સારા લાભ છે. જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો, પ્રયત્ન એ જ કરજો કે, પાણી થોડું હૂંફાળું હોય, જેથી તમે બાદમાં કોઈ પણ તૈલીય પદાર્થ ખાવ તો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય. તો ચાલો જાણી લો સવારમાં નરણાં કોઠે પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ મળી શકે છે.

અન્ય ફાયદા
પેટ સાફ આવે-
જ્યારે તમે બહુ બધું પાણી પીશો ત્યારે તમને કુદરતી રીતે જ ટોયલેટ જવાની ઈચ્છા થશે. જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નિકાળશે અને તમારા પેટને સાફ કરશે. આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ.
શરીરમાંથી ગંદકી બહાર કાઢશે-
પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે. જ્યારે તમે ખુબ જ વધુ  માત્રામાં પાણી પીને પેશાબ કરો છો, ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન કચરો નીકળી જાય છે. આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-drink-4-glass-of-water-in-the-morning-and-get-lots-of-health-benefits-4964782-PHO.html?seq=5

Related Listings

આજકાલ ઘરમાં ખાદ્યપદાર્થો બનાવવાને બદલે બહાર જઈને ખાવાનું ચલણ લોકોમાં વધ્યું છે. આ આદતને કારણે લોકો બહારનું ખાવાની સાથે બીમારીઓને પણ આમંત્રણ આપે છે. Read more…

ભોજન જીવનની મૂળભૂત જરૂરિયાત છે , શાસ્ત્ર કહે છે કે જીવન માટે ભોજન જરૂરી છે ન કે ભોજન માટે જીવન , સ્વાદના વશીભૂત હોય અમે ક્યારે-કયારે બિનજરૂરી… Read more…

Add a Review

Rate this by clicking a star below: