Soya khamana | સોયા ખમણ

Visited 672 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
પા કપ સોયાનો લોટ
પોણો કપ બેસન
દોઢ ચમચો રવો
બે ચમચી ખઆંડ
એક ચમચી લીંબુનો રસ
એક ચમચી આદુ-મરચાની પેસ્ટ
મીઠુ સ્વાદ મુજબ
એક ચમચી ફ્રુટ સોલ્ટ (ઈનો)

વઘાર માટે
એક ચમચી તેલ
અડધી ચમચી રાઈ
અડધી ચમચી તલ
અડધી ચમચી સમારેલા લીલા મરચા
એક ચપટી હિંગ
એક ચમચો સમારેલી કોથમીર

રીત
એક બાઉલમાં બેસન, સોયાનો લોટ, રવો, ખાંડ, લીંબુનો રસ, આદુ-મરચાની પેસ્ટ, મીઠુ અને પોણો કપ પાણી લઈને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં ફ્રુટ સોલ્ટ (ઈનો) મિક્સ કરીને ખીરૂ બનાવી લો. એક થાળીમાં તેલ લગાવી તેમાં આ ખીરૂ રેડી દો. હવે એ થાળીને ઢોકળીયામાં બાળવા મુકો. 10 મિનીટમાં ખમણ બફાઈ જશે. એક વખત ચેક કરી લો. બફાયા ન હોય તો થોડીવાર ફરી બાફી લો. પછી થાળીને ઢોકળીયામાંથી કાઢીને ઠંડી થવા દો. ચપ્પુની મદદથી ખમણ કાપી લો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ અને રાઈનો વઘાર કરો. પછી તલ અને લીલા મરચા ઉમેરો. આ વઘારને ખમણ પર રેડી દો અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-healthy-and-tasty-easy-to-cook-soya-snacks-recipe-5085849-PHO.html?seq=5

Related Listings

સામગ્રી ૨૫૦ ગ્રામ અળવીના પાન ૪૦૦ ગ્રામ ચણાનો લોટ ૫-૬ લીલા મરચા ૧ ટીસ્પુન આદું-લસણની પેસ્ટ ૧ ટીસ્પુન હળદર ૧ ટેબલસ્પુન તલ ૧ ટેબલસ્પુન સુકા ધાણા ૧… Read more…

Add a Review

Rate this by clicking a star below: