સ્ત્રીઓએ આખો દિવસ ઊર્જાવાન રહેવા રોજ ખાવા જોઈએ

Visited 612 times, 1 Visits today

View Location in Map

શું તમે રોજ હેલ્ધી બ્રેકફાસ્ટ કરો છો?  જો ના તો તમે આખા દિવસની એનર્જી મેળવવા માટે શું કરો છો? ફળ ખાઓ છો, સ્પ્રાઉટ્સ ખાઓ છો કે પછી દૂધ પીઓ છો? તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ પોતાના રોજિંદા કાર્યોમાં સવારથી એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે સવારનો નાસ્તો કરી શકતી નથી, જેના કારણે સ્ત્રીઓ નબળાઈનો શિકાર બને છે કારણ કે સ્ત્રીઓના શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઊર્જાનો સંચાર થઈ શકતો નથી. સવારના નાસ્તાની ઊર્જા આખો દિવસ શક્તિ આપે છે. જેથી દરેક સ્ત્રીઓ સવારે નાસ્તો તો કરવો જ જોઈએ. જો તમે કોઈ કારણથી સમયસર નાસ્તો નથી કરી શકતા હોવ તો સમય મળે ત્યારે એવો ખોરાક લો જે તમારા શરીરને ભરપૂર ઊર્જા આપે. તો ચાલો આજે તમને જણાવી દઈએ સ્ત્રીઓના શરીરને ઊર્જાથી ભરી દેતા 9 સુપરફુડ વિશે.
કેળા
કેળામાં ભરપૂર એનર્જી હોય છે. કેળાનું સેવન શરીરને એટલી બધી એનર્જી આપે છે કે તમે આખો દિવસ કંઈપણ ખાધા વિના રહી શકો છો. એમાંય જો કેળાનું સેવન કાળા મરીનો પાઉડર ભભરાવીને કરવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. તો સ્ત્રીઓએ રોજ કેળું તો ખાવું જ જોઈએ.
બટાકા
બટાકા ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. શક્કરિયા પણ બટાકાનું જ એક પ્રકાર છે. જેમાં ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. સાથે જ તેમાં વિટામિન એ અને બી પણ હોય છે. જે સ્ત્રીઓને એનર્જી પૂરી પાડે છે. જેથી સ્ત્રીઓએ પોતાની ડાયટમાં બટાકા કે શક્કરિયાને સામેલ કરવું જોઈએ.
મધ
મધના ગુણોની ખાણ છે. તે અનેક રીતે ઉપયોગી એક શ્રેષ્ઠ ઔષધી છે. મધમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને ઊર્જાસભર રાખે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા પણ વધતી નથી. જેથી સ્ત્રીઓ એનર્જી માટે દરરોજ કોઈને કોઈ સ્વરૂપમાં મધનું સેવન કરવું જોઈએ.
કાર્બોહાઈડ્રેટ
શરીરમાં જરૂરી માત્રામાં ગ્લૂકોઝની પૂર્તિ કાર્બોહાઈડ્રેટ જ કરી શકે છે અને શરીરને ઊર્જાવાન રાખવા માટે ગ્લૂકોઝનું યોગ્ય પ્રમાણ અત્યંત જરૂરી છે. જેથી સ્ત્રીઓએ ઊર્જાસભર રહેવા માટે રોજ બટાકા કે સફેદ લોટનું સેવન કરવું જોઈએ.
બ્રાઉન રાઈસ
જે સ્ત્રીઓમાં ઊર્જાની ઉણપ રહેતી હોય તેમણે રોજ બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. કારણ કે સફેદ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે સાથે જ તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. આમ જે સ્ત્રીઓ ડાયટિંગ કરતી હોય તેમના માટે બ્રાઉન રાઈસ સારો અને હેલ્ધી ઓપ્શન છે.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-every-women-should-eat-this-nine-high-energy-food-5054856-PHO.html?seq=5

Related Listings

૫૦ વર્ષ પછી ઘૂંટણમાં કે સ્નાયુઓમાં દુખાવો થાય એ સમજાય, પરંતુ આજકાલ  ૨૦થી ૪૦ વર્ષની ઉંમર ધરાવતા લોકો પણ પગના સાંધામાં દુખાવો થવાની ફરિયાદ કરે છે. Read more…

આમ તો રોજ સવારે નવશેકું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ તેમાં મધ મિક્ષ કરીને રોજ નવશેકું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી… Read more…

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ… Read more…

Add a Review

Rate this by clicking a star below: