સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓટ્સ સારા કે કોર્નફ્લેક્સ? આ કારણો જાણી કરો નક્કી

Visited 804 times, 1 Visits today

View Location in Map

આજે ઘણા પરિવારોમાં સવારે નાસ્તાના ટેબલ પર પરોઠા-પૌંઆનું સ્થાન ઓટ્સ, મ્યુસલી, કોર્નફ્લેક્સ જેવા સિરિયલ્સે લઈ લીધું છે. ઘણા ડાયટિશ્યન અને ન્યુટ્રિશન એક્સપર્ટ્સ પણ આ સિરિયલ્સને બ્રેકફાસ્ટ તરીકે ડાયટમાં સામેલ કરવાનું સજેસ્ટ કરતા હોય છે. બહારથી આવેલા આ વિદેશી બ્રેકફાસ્ટ ધીમે-ધીમે આપણાં ઘરોમાં પગપેસારો કરી રહ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આ સિરિયલ્સ કેટલા ફાયદાકારક છે અને એ આપણા ટ્રેડિશનલ બ્રેકફાસ્ટની જગ્યા લઈ શકે છે નહીં?
 સિરિયલ એટલે ધાન. ઘઉં, ચોખા, જુવાર, ઓટ્સ અને મકાઈ વગેરે પ્રકારના ધાનને પ્રોસેસ કરીને સીધા ખાવાના ઉપયોગમાં લઈ શકાય એવાં બનાવવામાં આવે છે. મોટા ભાગે આ સિરિયલ્સ દૂધ જોડે ઉપરથી ફ્રૂટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ નાખીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવતાં હોય છે. ઓટ્સ ઓટમીલ, ઓટબ્રાન અને રોલ્ડ ઓટ્સ જેવા અલગ-અલગ પ્રકારમાં મળતા હોય છે, જ્યારે મ્યુસલી રોલ્ડ ઓટ્સ અને કોર્ન તથા રાઇસ ફ્લેક્સનું મિશ્રણ હોય છે, જેમાં ડ્રાયફ્રૂટ અને નટ્સ પણ હોય છે. એને બીજા બધા ફ્લેક્સ જેવા કે કોર્નફ્લેક્સ, રાઇસ ફ્લેક્સ, વ્હીટ ફ્લેક્સની જેમ જ સીધા ગરમ દૂધમાં નાખીને ખાવામાં આવે છે.
-જાત-જાતનાં સિરિયલ્સમાંથી સૌથી સારાં સિરિયલ્સ કયા?  આમ જોવા જઈએ તો દરેક સિરિયલમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ મળે છે જે શરીરને ફાયદાકારક છે, પરંતુ ન્યુટ્રિશન્સની દ્રષ્ટિએ જે સૌથી સારા છે એ છે ઓટ્સ. કેટલાક અંશે મ્યુસલી પણ આ જ કેટેગરીમાં આવે છે, કારણ કે એમાં મુખ્ય તત્વ ઓટ્સ જ હોય છે. આમ દરેક પ્રકારના સિરિયલને ચકાસીએ તો સૌથી વધુ ન્યુટ્રિશન ઓટ્સ અને મ્યુસલીમાંથી જ મળે છે.
ફાઇબર
ઓટ્સ અને મ્યુસલીમાંથી સૌથી વધુ ફાઇબર મળે છે, કારણ કે એમાં મુખ્ય તત્વરૂપે ડાયેટરી ફાઇબર હોય છે, જેમાં અડધી માત્રામાં સોલ્યુબલ ફાઇબર અને અડધી માત્રામાં ઇનસોલ્યુબલ ફાઇબર હોય છે.

સોલ્યુબલ ફાઇબર શરીરમાં બિનજરૂરી કોલસ્ટરોલને ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત એ શરીરમાં શુગરને સીધી લોહીમાં ભળી જતાં રોકે છે. સાથે-સાથે એ બ્લડપ્રેશરને પણ વધતું અટકાવે છે. ઓટ્સમાં અને મ્યુસલીમાં રહેલા હાઈ ફાઇબર કન્ટેન્ટને કારણે પાચનક્રિયા સારી રહે છે, જેથી કબજિયાત કે ઝાડા બન્નેમાંથી કોઈ તકલીફ રહેતી નથી.

ઓટ્સ અને કોર્નફ્લેક્સમાંથી શું વધારે સારું?
ન્યુટ્રિશનની દૃષ્ટિએ ઓટ્સ કોર્નફ્લેક્સ કરતાં વધુ સારા છે. સો ગ્રામ ઓટ્સમાંથી ૩૯૦ કિલો કેલરી મળે છે, જ્યારે સો ગ્રામ કોનફ્લેક્સમાંથી ૧૦૦ કિલો કેલરી મળે છે. આમ કેલરીની દૃષ્ટિએ ડાયટ પ્લાન બનાવેલો હોય તો મોટા ભાગે લોકો કોર્નફ્લેક્સ વધુ પસંદ કરતા હોય છે, પરંતુ એમાં ઉપરથી એડ કરેલું મીઠું અને ખાંડ વધુ માત્રામાં હોય છે જે હેલ્થ માટે સારાં નથી. ઓટ્સની જેમ એ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરતા નથી. કોર્નફ્લેક્સ અત્યારે બજારમાં ઘણી ફ્લેવરના મળે છે, જેમાં કોઈ ને કોઈ પ્રિઝર્વેટિવ, આર્ટિફિશ્યલ કલર વગેરે હોવાની શક્યતા છે. કોર્નફ્લેક્સ દૂધમાં સીધા નાખીને જ ખાઈ શકાય છે, જ્યારે ઓટ્સ પકવવા પડે છે. એમાં કોઈ સ્વાદ હોતો નથી. આથી એમાંથી બનતી વાનગીઓ શીખવી જરૂરી છે. એને દૂધમાં ઉકાળી ઉપરથી ફ્રેશ ફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ નાખીને ખાવાની રીત સરળ છે. આ ઉપરાંત એમાંથી ઉપમા, ઢોંસા, ચેવડો વગેરે પણ બનાવી શકાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-oats-or-cornflakes-what-is-best-in-breakfast-know-reasons-to-eat-it-5049473-PHO.html?seq=4

Related Listings

* માથુ દુ:ખતું હોય અને જોરદાર તાવ આવી ગયો હોય તો ચંદનની લાકડીને ઘસીને તેનો લેપ માથા પર કરવાથી માથાનો દુ:ખાવો ઓછો થઈ જશે અને તાવ પણ… Read more…

Add a Review

Rate this by clicking a star below: