સ્વાસ્થ્ય માટે બહુ જ ખતરનાક છે ટ્રાંસ ફેટ, જાણો કઈ રીતે તેના સેવનથી બચવું?

Visited 729 times, 1 Visits today

View Location in Map

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે વનસ્પતિ તેલમાં રહેલાં ટ્રાંસ ફેટની માત્રા 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાંસ ફેટથી સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરો માટે આવું કરવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય પર ખરાબ અસર
દુનિયામાં અલગ-અલગ દેશોમાં થયેલી મેડિકલ સ્ટડીમાં સાબિત થયું છે કે ટ્રાંસ ફેટનો વધારે પડતો ઉપયોગ હેલ્થ માટે ખતરનાક સાબિત થાય છે.
હાર્ટ પર અસર
ટ્રાંસ ફેટ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે અને સારાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ જ કારણથી ટ્રાંસ ફેટના વધુ ઉપયોગથી હાર્ટની બીમારી અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે.
ટાઈપ ટૂ ડાયાબિટીસ
80 હજાર સ્ત્રીઓ પર કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે, ટ્રાંસ ફેટના વધુ ઉપયોગથી ટાઈપ ટૂ ડાયાબિટીસનો ખતરો 40 ટકા સુધી વધી જાય છે. સાથે જ ઈન્સ્યૂલિન અને ગ્લૂકોઝ ફંક્શન પર ખરાબ અસર પડે છે.
બ્લડપ્રેશર અને કેન્સર
ટ્રાંસ ફેટને કારણે બ્લડ વેસેલ્સ પર પણ અસર પડે છે. તેનાથી બ્લડપ્રેશર વધી શકે છે. ટ્રાંસ ફેટમાં રહેલું ટોક્સિક્સ કેન્સર માટે જવાબદાર હોય છે. આ સિવાય તે સ્થૂળતામાં પણ વધારો કરે છે.
શું છે ટ્રાંસ ફેટ
ખોરાકમાં બે પ્રકારનું ટ્રાંસ ફેટ જોવા મળે છે. નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ ટ્રાંસ ફેટ ડેરી પ્રોડક્ટ્સ, ગાય, બકરી વગેરેના દૂધ અને માસમાંથી મળે છે. આ વસ્તુઓમાં ટ્રાંસ ફેટની માત્રા બહુ ઓછી હોય છે. જ્યારે આર્ટિફિશિયલ ટ્રાંસ ફેટ કે ટ્રાંસ ફેટી એસિડ વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન મિક્ષ કરીને કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે છે. આવું તેલને સોલિડ બનાવવા માટે કરવામાં આવે છે. એટલે કે જે પણ ફૂડ પ્રોડક્ટ્સ વનસ્પતિ તેલમાં બને છે તેમાં ટ્રાંસ ફેટ વધુ હોય છે. બેક્ડ આઈટમો જેમ કે કેક, બિસ્કિટ, કુકીઝ, ફ્રોઝન પિઝ્ઝા, રેડી ટુ ઈટ ફૂડ, કોફી ક્રીમ, સમોસા, કચોરી, પેટીસ, પેસ્ટ્રી, બટાકાની ચિપ્સ વગેરેમાં ટ્રાંસ ફેટ જોવા મળે છે.
ફૂડ પેકેટ પર લખેલું અસત્ય
બજારમાં મળતાં કેટલાક ફૂડ પ્રોડક્ટ્સ ઝીરો ફેટ હોવાનો દાવો કરે છે પરંતુ આ દાવો પૂર્ણ રીતે સાચો હોય તે જરૂરી નથી. જ્યારે આપણે કોઈપણ ફૂડ પેકેટને જોઈએ છીએ ત્યારે તેની ઉપર લખેલા ન્યૂટ્રિશન ફેક્ટ્સની લિસ્ટમાં જ ટ્રાંસ ફેટની જાણકારી લખેલી હોય છે. જો કોઈ ફૂડ પ્રોડક્ટ્સ પર 0 ગ્રામ ટ્રાંસ ફેટ લખેલું છે તો તેનો મતલબ છે કે તેમાં 0 ગ્રામથી વધુ પણ 0.5 ગ્રામથી ઓછા ટ્રાંસ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે પેકેટ ફૂ઼ડમાં થોડી માત્રામાં ટ્રાંસ ફેટ હશે જ અને જો આ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તે ધાતક સાબિત થઈ શકે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-what-is-trans-fat-and-its-harms-what-care-you-should-taken-to-prevent-trans-fat–5106238-PHO.html?seq=5

Related Listings

* દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે દુ:ખતા દાંત પર વાટેલું લસણ મૂકી રાખવું. * બદામના છોડાંને બાળી તેની ભસ્‍મ બનાવી દંત મંજન કરવાથી દાંત મજબૂત બને છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: