હેલ્થ ફોર્મ્યૂલા અપનાવો, સ્વાસ્થ્ય ટકશે વર્ષોવર્ષ ને રહેશો દુરસ્ત

Visited 584 times, 2 Visits today

View Location in Map

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જ જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વાસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.
 એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.
દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-formula-for-getting-long-life-health-adopt-5-4-3-2-1-health-formula-5089379-PHO.html

Related Listings

પૌષ્ટિક આહાર ન માત્ર તમારા શરીર અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ તે તમારા વાળની ગુણવત્તાને સુધારવામાં પણ મદદ કરે છે. Read more…

ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: