1 ઔષધી ચામડી, ડાયાબિટીસ, લોહીના વિકાર જેવા રોગોમાં છે ફાયદાકારક

Visited 924 times, 1 Visits today

View Location in Map

ઝુમ્મરની જેમ લટકતાં ફુલોના ગુચ્છા જે ઝાડ પર દેખાય છે અને લાંબી-લાંબી કાળી સીંગો (ફળી) જે વૃક્ષ પર લટકેલી હોય છે તે વૃક્ષ ગરમાળાની સીંગ તરીકે જાણીતું છે. શહેરોમાં રોડના કિનારે મોટાભાગે શણગાર માટે આ વૃક્ષને લગાવવામાં આવે છે. શહેરોમાં બગીચા અને રોડના સૌંદર્યકરણ માટે લગાવવામાં આવતાં આ વૃક્ષના બધાં અંગોના ઔષધીય ગુણો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ ગરમાળાના વૃક્ષ અને તેના અંગોના ઔષધીય ગુણો વિશે, ખાસ કરીને આદિવાસી બહુ મોટા પ્રમાણમાં આ વૃક્ષનો ઉપયોગ અનેક ઔષધીઓમાં કરે છે.

ગરમાળાનું વૃક્ષ છે આદિવાસીઓ માટે ગજબની ઔષધી
ગરમાળાના પાનને છાશની સાથે મસળીને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા સંબંધી અનેક સમસ્યાઓમાં આરામ મળે છે. દાદ, ખાજ-ખુજલી થવા પર ગરમાળાની ફળીઓના પલ્પ અને મીઠા લીમડાના પાનને સાથે પીસીને આ મિશ્રણને સંક્રમિત ત્વચા પર લગાવવામાં આવે તો બહુ ઝડપથી ફાયદો થાય છે.
શૂગર માટે છે ફાયદાકારક- આદિવાસી નિષ્ણાંતો ડાયાબિટીસના રોગીઓને દરરોજ ગરમાળાની સીંગોના પલ્પનું સેવન કરવાની સલાહ આપે છે. દરરોજ સવાર-સાંજ 3 ગ્રામ આના પલ્પનું સેવન નવશેકા પાણી સાથે કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
આમળા અને ગરમાળાના પલ્પને સમાન માત્રામાં મિક્ષ કરીને 100 મિલી પાણીમાં ઉકાળી લેવું અને જ્યારે અડધું રહે પછી તેને ગાળી લેવું અને લોહીના વિકારોથી ગ્રસ્ત રોગીઓને આ આપવામાં આવે તો વિકાર ફટાફટ શાંત થાય છે અને આરામ મળે છે.
ગરમાળાની સીંગો અને છાલનું ચૂર્ણને ઉકાળીને પીવાથી આર્થરાયટિસ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. પાતાળકોટમાં આદિવાસી ગરમાળાની છાલ, ગિલોયનું થડ અને અરડૂસીના પાનને સમાન માત્રામાં લઈને ઉકાળો તૈયાર કરે છે અને આર્થરાઈટિસના રોગીઓને આપે છે.
શરીરમાં બળતરા થવા પર- ગરમાળાના ફળનું પલ્પ, દ્રાક્ષ અને પુનર્નવા (સાટોડી)ને સપ્રમાણમાં (દરેક 6 ગ્રામ) લઈને 250 મિલી પાણીમાં ઉકાળવું અને 20 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળવા દેવું. ઠંડુ થવા પર રોગીને આપવામાં આવે તો બળતરામાં આરામ મળે છે.
ડાંગ-ગુજરાતમાં આદિવાસી અંતમૂળ, ગોખરૂ, દીવેલ, સાટોડી અને ગિલોયને સરખા પ્રમાણમાં પીસીને તેને ગોળના પાકમાં ઉકાળે છે. ત્યારબાદ તેની નાની-નાની ગોળીઓ બનાવીને શરીર દુઃખાવાના રોગીઓને 2-2 ગોળીઓ આપે છે જેનાથી ખૂબ જ જલ્દી પરિણામ મળે છે અને દુખાવો ગાયબ થઈ જાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-herbal-medicine-purgative-is-beneficial-in-many-ways-in-disease-5072802-PHO.html?seq=5

Related Listings

આમલેટ બનશે પૌષ્ટિક – આમલેટ કે ઈંડાની ભુરજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા ઈંડુ ફેંટતી વખતે તેમા એક ચમચી ક્રીમ અથવા યીસ્ટ ભેળવી દો. આમલેટની પૌષ્ટિકતા વધી જશે. Read more…

Add a Review

Rate this by clicking a star below: