સામગ્રી
ત્રણ મોટા બાફેલા બટાકા
પા ચમચી કાળા મરીનો પાઉડર
પોણો કપ બાફેલા લીલા વટાણા
અડધી ચમચી મસળેલું આદુ
પા ચમચી ગરમ મસાલો
એક ચમચી જીરૂં પાઉડર
મીઠું સ્વાદાનુસાર
લાલ મરચું સ્વાદાનુસાર
તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ બાફેલા લીલા વટાણાને મેશ કરી લો. તેમાં ઉપર બતાવેલ તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો અને માવો તૈયાર કરો. આ રીતે તૈયાર થયેલા માવાના દસ સરખા ભાગ કરીને એકબાજુ રાખો. હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરીને, બરાબર એકરસ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ માવાના પણ દસ સરખા ભાગ કરો. ત્યાર બાદ હાથ ધોઈને બંને હાથે સ્હેજ તેલ લગાડો. બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. હવે એક-એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. તૈયાર કરેલા લીલા વટાણાના માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. હવે તેને ધીમેધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળાને માવો ભરીને તૈયાર કરી લો. હવે એક નોનસ્ટીક પેનમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. તૈયાર થયેલા ગોળાને બેથી ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેકતા જાઓ. ટિક્કીનો કલર રતાશ પડતો થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો. આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં સાથે પીરસો.
Source By: Divyabhaskar
http://www.divyabhaskar.co.in/news/REC-INE-famous-street-food-indian-snacks-recipe-5093170-PHO.html?seq=3