Alumethi | આલુમેથી

Visited 374 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
બે બટાટા
દોઢ કપ મેથીના પાન
અડધી ચમચી જીરૂં
અડધો ચમચો લસણ સમારેલું
એક લાલ મરચું
એક-બે લીલા મરચાં
અડધો ચમચો આદુંની પેસ્ટ
પા ચમચી હળદર
એક ચપટી હિંગ
બે ચમચા તેલ
દોઢ ચમચી ધાણા પાઉડર
મીઠું સ્વાદાનુસાર

રીત
સૌપ્રથમ મેથીના પાનને બરાબર ધોઈને સમારી લો. હવે તેના પર મીઠું છાંટીને તેને 15 મિનિટ માટે એકબાજુ પર મૂકી દો. હવે બટાટાને બાફીને, તેને છોલીને કટ કરી લો. મેથીમાંથી વધારાનું પાણી નીતારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં આદુંલસણમરચાંની પેસ્ટ, હિંગ અને લાલ મરચાં ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં બટાટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ધાણા પાઉડર, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બે મિનિટ ચઢવા દીધા બાદ તેમાં મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીવાર માટે ધીમા તાપે મેથી ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો. ગરમાગરમ સબ્જીને રોટી કે જીરા રાઈસ સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-7-days-7-curry-whole-week-planning-recipe-5096871-PHO.html?seq=3

Related Listings

સામગ્રી બસો ગ્રામ મગની છોતરાવાળી પલાળેલી દાળ બે ચમચા તેલ એક ચમચો આદુ-મરચાની પેસ્ટ એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચુ અડધુ ટમેટુ સમારેલુ અડધી ડુંગળી… Read more…

સામગ્રી અઢીસો ગ્રામ નાના સુરતી રવૈયા અઢીસો ગ્રામ નાની બટાકી બે ચમચા શેકેલો ચણાનો લોટ બે ચમચા શેકેલી સીંગનો ભૂકો ત્રણ ચમચા કોપરાનું છીણ ત્રણ ચમચા ગોળ… Read more…

Add a Review

Rate this by clicking a star below: