Banana kofata | કેળાના કોફતા

Visited 445 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
કોફતા માટે
500 ગ્રામ કાચા કેળા
2 ચમચા બેસન
2-3 લીલા મરચા
1 ઈંચ આદુનો ટુકડો
1 ચમચો કોથમીર સમારેલી
100 ગ્રામ પનીર
મીઠુ સ્વાદ મુજબ તેલ

ગ્રેવી માટે
2-3 ટમેટા
2-3 લીલા મરચા
1 ઈંચ આદુનો ટુકડો
½ કપ દહીં
½ કપ મલાઈ
1 -2 ચમચા તેલ
1 ચપટી હિંગ
¼ ચમચી જીરૂ
½ ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ
¼ ચમચી ગરમ મસાલો
1 ચમચો કોથમીર
મીઠુ સ્વાદ મુજબ

રીત
કોફતા માટે કેળાને બન્ને સાઈડથી છેડા કાપી દો. કુકરમાં એક ગ્લાસ પાણી સાથે કેળાને એક સીટી આવે ત્યાં સુધી બાફી લો. કેળા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી લો. કેળાને મસળી તેમાં બેસન, લીલા મરચા, આદુ, કોથમીર, પનીર અને મીઠુ અને 2 ચમચા પાણી મિક્સ કરીને ઘટ્ટ ખીરા જેવું બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરી આ તેમાં ચમચીથી ખીરૂ રેડીને કોફતા તળી લો.
ટમેટા, લીલા મરચા અને આદુને મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં હળદર, ધાણાજીરૂ અને લાલ મરચુ મિક્સ કરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ મિક્સ કરી લો. તેને થોડીવાર પકાવો. તેલ ઉપર આવી જાય પછી તેમાં દહી અને મલાઈ ફેંટીને મિક્સ કરો. તેને 3-4 મિનીટ પકાવો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને પકાવો. આ સમયે તેને હલાવતા રહો. ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં મીઠુ અને ગરમ મસાલો મિક્સ કરો. પછી તેમાં કોફતા મિક્સ કરી 1-2 મિનીટ પકાવો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-various-type-of-kofta-curry-recipe-5000658-PHO.html?seq=3

Related Listings

સામગ્રી ચાર કપ સ્લાઈસ્ડ રીંગણ મીઠુ સ્વાદ અનુસાર અડધી ચમચી હળદર ત્રણ ચમચા તેલ એક ચમચી રાઈ બે ચમચી તલ એક ચમચી લાલ મરચું ચાર ચમચી બેસન… Read more…

સામગ્રી એક કપ તુવેર દાળ પોણો કપ અડદની દાળ પોણો કપ મગની દાળ અડધો કપ મસુરની દાળ પોણો કપ ચણાની દાળ ત્રણસો ગ્રામ કાંદા એક મધ્યમ રીંગણુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: