સામગ્રી
એક કપ બીટ છીણેલું
બે કપ કોબી છીણેલી
ચાર લીલા મરચાં
એક ઝૂડી કોથમીર
બે ડાળખી મીઠો લીમડો
અડધો કપ કોર્નફ્લોર
ત્રણ ચમચી લાલ મરચું પાઉડર
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ
રીત
સૌપ્રથમ લીલા મરચાંને ઝીણા સમારી લો. કોથમીરને ધોઈને તેને પણ સમારી લો. મીઠા લીમડાના પાનને પણ સમારી લો. હવે એક મોટા બાઉલમાં બીટ, કોબી, લીલા મરચાં, કોથમીર, મીઠો લીમડો, લાલ મરચું પાઉડર, મીઠું અને છેલ્લે કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલી કણકમાંથી નાની-નાની ટિક્કી તૈયાર કરો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ટિક્કીને તેલ લગાવીને બંને બાજુથી શેલો ફ્રાય કરીને લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેકી લો. જો તમે ઈચ્છો તો ડિપ ફ્રાય પણ કરી શકો છો. તૈયાર થયેલી ટિક્કીને ગરમાગરમ સોસ સાથે ચટણી સાથે સર્વ કરો.
Source By: Divyabhaskar
http://www.divyabhaskar.co.in/news/REC-INE-famous-street-food-north-indian-snacks-recipe-5111194-PHO.html?seq=3