Cheese idli | ચીઝ ઈડલી

Visited 540 times, 3 Visits today

View Location in Map

સામગ્રી-
-1 કપ ચીઝ
-6 ટી સ્પૂન મગની તળેલી દાળ
-1 નંગ ડુંગળીની સ્લાઈસ તળેલી
-1 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1 ઈંચનો આદુંનો ટુકડો
-મીઠું સ્વાદાનુસાર
-ગરમ મસાલો સ્વાદાનુસાર
-મરી પાવડર સ્વાદાનુસાર
-કોથમીર

રીત-
સૌપ્રથમ ચીઝને હાથની મદદથી મસળી લો. ત્યાર બાદ તેમાં મીઠું અને મરી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં મગની દાળને અધકચરી ક્રશ કરી લો. તેમાં બાકીનો બીજા બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાંથી છ સરખા ભાગ કરી લો. હવે ઈડલીના મોલ્ડને તેલ લગાવીને ગ્રીસ કરી લો. તેમાં તૈયાર કરેલું ચીઝનું મિશ્રણ પાથરો. તેના પર મગની દાળનો તૈયાર કરેલો મસાલો પાથરો. ફરીથી તેના પર ચીઝનું મિશ્રણ પાથરો. કૂકરમાં પાણી ગરમ કરીને આ ઈડલીને દસેક મિનિટ માટે ઉપર ઢાંકળ ઢાંક્યા વગર બાફી લો. ત્યાર બાદ તેને થોડી ઠંડી કરીને અનમોલ્ડ કરો. અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-this-are-the-simple-recipe-for-the-healthy-breakfast-and-lunchbox-5114122-PHO.html?seq=6

Related Listings

Add a Review

Rate this by clicking a star below: