Chili Green Peace Puff | ચીલી ગ્રીન પીસ પફ

Visited 494 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1 કપ બાફીને મેશ કરેલા વટાણા
-1/4 કપ પનીરનું છીણેલું
-2 નંગ કેપ્સિકમ સમારેલા
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન લસણ સમારેલું
-મીઠું સ્વાદાનુસાર
-પેસ્ટ્રી પફ સીટ

રીત-

સૌપ્રથમ ઓવનને 400 ડિગ્રી ફેરનહિટ પર પ્રીહિટ કરી લો. ત્યાર બાદ એક મોટા મિક્ષિંગ બાઉલમાં સીટ સિવાયની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી એકરસ થઈ જાય એ રીતે મિક્ષ કરો. હવે પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે ચમચી તેમાં મૂકો. હવે સીટને સીલ કરી દો. બેકિંગ ટ્રે પર સિલ્વર ફોઈલ લગાવીને તેને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેના પર થોડાક થોડાક અંતરે ગોઠવી દો. ત્યાર બાદ તેને 7 થી 8 મિનિટ માટે બેક કરો. લાઈટ બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. ત્યાર બાદ ગરમા-ગરમ પફને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-types-of-puf-recipe-4966134-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -1 કપ પાલકની ભાજી -1 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં -3 કપ ઘઉંનો લોટ -1 નંગ ડુંગળી -4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર -તેલ પ્રમાણસર -મીઠું સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ… Read more…

સામગ્રી (૧) ૧ વાડકી મકાઈનો લોટ, ૦।। વાડકી મેંદો, ૧ ટી. સ્પૂન કોર્ન ફ્લોર, ૨ ટે. સ્પૂન તેલ, મીઠું, ૦।। ટી. સ્પૂન ઓરેગનો, ૦। ટી. Read more…

Add a Review

Rate this by clicking a star below: