Chinese Cutlass | ચાઈનીઝ કટલેસ

Visited 447 times, 1 Visits today

View Location in Map

સામગ્રી :
500 ગ્રામ વટાણા
300 ગ્રામ ગાજર
6 સ્લાઈસ બ્રેડ
1 ચમચો વાટેલાં મરચાં
300 ગ્રામ ફણસી
25 ગ્રામ વાટેલું આદું
2 ચમચા ચિલી સોસ
1 કિલો બાફેલા બટાટાનું પૂરણ
100 ગ્રામ કેપ્સિકમ
250 ગ્રામ કોબી
પા ચમચી આજીનોમોટો
2 ચમચા તેલ
પ્રમાણસર મીઠું
તળવા માટે તેલ
વર્મીસેલી

રીત :
વટાણા બાફી અધકચરા છૂંદવા. ફણસી, ગાજર, કેપ્સિકમ અને કોબી પાતળાં લાંબા સમારવા. તેલ ગરમ મૂકવું. ફણસી અને ગાજર નાખી આજીનોમોટો નાખી દસ મિનિટ મધ્યમ તાપે હલાવવું. કેપ્સિકમ અને કોબી નાખી પાંચ-દસ મિનિટ હલાવવું. નીચે ઉતારી બટાટાના પૂરણ નાખી હલાવવું. વટાણા, મીઠું અને બાકીનો મસાલો નાખવો. પાંઉ પલાળી નીચોવી નાખવો. બરાબર હલાવી કટલેસ વાળવા. તળતી વખતે વર્માસલીમાં રગદોળી તળવા. કટલેસ તળતી વખતે તાપ સરખો રાખવો. કટલેસ ઉપર વર્માસલી તળતી વખતે જ લગાડવી નહીંતર નરમ પડશે. લગભગ ચાલીસ કટલેસ તૈયાર થશે.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-special-indo-chinese-recipe-on-occasion-of-pm-modi-china-visit-4992696-PHO.html?seq=6

Related Listings

સામગ્રી 3 કપ અડદની દાળ 3 કપ ચોખા મીઠુ સ્વાદ મુજબ 1 કપ બાફેલા 1 કપ મિક્સ શાકભાજી ( કોબી, કેપ્સીકમ, ગાજર, ડુંગળી ¼ કપ ફણગાવેલા મગ… Read more…

સામગ્રી 4 બ્રેડ સ્લાઈસ 1/4 કપ છીણેલુ ચીઝ 1 ચમચો સમારેલી ડુંગળી 1 ચમચો સમારેલા ટામેટા 2 ચમચી બટર 1 ચમચો લીલી ચટણી મીઠું સ્વાદાનુસાર રીત ચીઝમાં… Read more…

સામગ્રી : 100 ગ્રામ નુડલ્સ 1 ચમચી સોયા સોસ 1 ચપટી આજીનો મોટો 2 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ 4 ચમચા ઝીણી સમારેલી કોબીજ઼ 1 ઝીણું સમારેલુ કેપ્સિકમ 2… Read more…

Add a Review

Rate this by clicking a star below: