Chinese Pudala | ચાઈનીઝ પૂડલા

Visited 263 times, 1 Visits today

View Location in Map

સામગ્રી :
100 ગ્રામ નુડલ્સ
1 ચમચી સોયા સોસ
1 ચપટી આજીનો મોટો
2 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ
4 ચમચા ઝીણી સમારેલી કોબીજ઼
1 ઝીણું સમારેલુ કેપ્સિકમ
2 ચમચી તેલ
50 ગ્રામ ચોખાનો લોટ
25 ગ્રામ રાગીનો લોટ
200 ગ્રામ ઘઉંનો લોટ
250 ગ્રામ મેંદો
મીઠુ સ્વાદ મુજબ
½ ચમચી હળદર
મરી પાઉડર સ્વાદ મુજબ

રીત :

એક વાસણમાં પાણીમાં નૂડલ્સ બાફવી. તેમાં એક ચમચી તેલ ઉમેરવું. નૂડલ્સ બફાઈ જાય એટલે ઠંડું પાણી રેડી દેવું. અને પછી નુડલ્સને નિતારી લેવાં.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી આદું-મરચાં- લસણની પેસ્ટ ઉમેરીને સાંતળવી પછી તેમાં કોબીજ, કેપ્સિકમ, આજીનો મોટો ઉમેરી ચઢવા મૂકી દેવું. ચઢી જાય એટલે બાફેલી નૂડલ્સ ઉમેરી બરાબર હલાવી દો.
હવે ચોખાનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ, મેંદો લઈ તેમાં મીઠું, મરચું, હળદર, મરી પાઉડર, પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. પેનમાં તેલ ગરમ કરવા મૂકી ખીરું પાથરી પૂડલા બનાવવા. તેમાં નૂડલ્સનું પૂરણ પાથરવું.

ટોમેટો કેચપ વડે ગાર્નિંશ કરી સર્વ કરો.

તૈયાર છે ચાઈનીઝ પૂડલા.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-special-indo-chinese-recipe-on-occasion-of-pm-modi-china-visit-4992696-PHO.html?seq=4

Related Listings

સામગ્રી: 100 ગ્રામ નૂડલ્સ 1/2 કપ કોબીજ 1 કપ ગાજરનું છીણ, 1 કપ સમારેલાં કેપ્સિકમ 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન સોયા સોસ 1 ટેબલસ્પૂન વિનેગર 1 ટેબલસ્પૂન… Read more…

સામગ્રી 4 બ્રેડ સ્લાઈસ 1/4 કપ છીણેલુ ચીઝ 1 ચમચો સમારેલી ડુંગળી 1 ચમચો સમારેલા ટામેટા 2 ચમચી બટર 1 ચમચો લીલી ચટણી મીઠું સ્વાદાનુસાર રીત ચીઝમાં… Read more…

Add a Review

Rate this by clicking a star below: