Chinese noodles samosa | ચાઈનીઝ નુડલ્સ સમોસા

Visited 460 times, 1 Visits today

View Location in Map

સામગ્રી:
1 કપ મેદો
1/4 નાની ચમચી અજમો
સ્વાદપ્રમાણે મીઠું,
2 ચમચી ઘી

સ્ટફિંગ માટે
1 કપ નૂડલ્સ
2 મશરૂમ્સ
1/4 કપ ઝીણા સમારેલા ગાજર
1/4 કપ લીલા વટાણા
1/4 ચમચી લાલ મરચુ
મીઠુ સ્વાદ મુજબ
¼ ચમચી મરી પાઉડર
2-3 ચમચા સમારેલી કોથમીર
1 ચમચી લીંબુનો રસ
½ ચમચી સોયા સોસ
1 લીલું મરચું સમારેલુ
½ ઈંચ આદુનો ટુકડો છીણેલુ

રીત –
લોટ માટે એક વાસણમાં માં મેંદો લઈ તેમા અજમો પાવડર,મીઠું અને ઘી નાખી .ધીમે ધીમે પાણી નાખી લોટ બાંધી લો. આને અડધા કલાક માટે મૂકી દો.

સ્ટફિંગ માટે એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી આદું અને લીલાં મરચાં નાખી સાંતળો. હવે વટાણા નાખી 2 મિનિટ સાંતળો અને એમાં સમારેલા ગાજર ઉમેરો અને 1 મિનિટ સાંતળો .પછી મશરૂમ્સ,મીઠું,લાલ મરચાં,કાળા મરી,સોયા સોસ અને લીંબુનો રસ નાખી 1 મિનિટ રહેવા દો. હવે બાફેલા નૂડલ્સ અને કોથમીર નાખી મિક્સ કરો.સ્ટફિંગ તૈયાર છે.

લોટમાંથી રોટલી વણી લો. તેને વચ્ચેથી કાપી બે ભાગ કરો. એક ભાગને ઉઠાવી કોન જેવો આકાર આપો એમાં સમોસાની સ્ટફિંગ ભરો .મધ્યમ ગરમ તેલમાં સમોસા ફ્રાય કરો . ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. તમારા નૂડલ્સ સમોસા તૈયાર છે.

એક પ્લેટમાં કાઢી અને તમારા મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-special-indo-chinese-recipe-on-occasion-of-pm-modi-china-visit-4992696-PHO.html?seq=7

Related Listings

સામગ્રી : પનીર – ૨૦૦ ગ્રામ ઝીણાં પતીકાં કરેલ કેપ્સિકમ – ૧ નંગ કાળાં મરીનો પાઉડર – અડધી ટી સ્પૂન લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન) કાપેલી – અડધો… Read more…

Add a Review

Rate this by clicking a star below: