Chinese Paratha | ચાઈનીઝ પરોઠા

Visited 580 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1/2 કપ મેંદો.
1/2 કપ ઘઉં નો જીણો લોટ
2 ચમચા તેલ
મીઠું જરૂર મુજબ

સ્ટફિંગ:
2 ચમચા બારીક ખમણેલી કોબી
1 ચમચો બારીકખમણેલી ડુંગળી
1 ચમચો બારીક ખમણેલું ગાજર
1 ચમચો બારીક કાપેલુ કેપ્સીકમ
1ચમચી બારીક કાપેલી ફણસી
1 ચમચો નુડલ્સ
1 ચમચો તેલ
1ચમચો સોયા સોસ
1 ચમચી વિનેગર
2 ચમચી ચીલી સોસ
1 ચમચી આજીનોમોટો, મીઠું જરૂર મુજબ.

રીત:
પરાઠાની સામગ્રી મિક્ષ કરી પરાઠા નો લોટ બંધો. તેમાંથી રોટલી વણો. સ્ટફિંગ માટે નું તેલ ગરમ મુકો. તેમાં બધા વેજીટેબલ સાંતળો. તેમાં મીઠું તથા આજીનોમોટો નાખી મિક્સ કરો. પછી વિનેગર, ચીલી સોસ અને સોયાસોસ ઉમેરો. બાકીની બધી સામગ્રી પણ નાંખીને મિક્સ કરી લો. એક રોટલી પર સ્ટફિંગ સ્પ્રેડ કરી, બીજી રોટલી ઉપર મૂકી હલકા હાથે સહેજ થેપો. રોટલી ની કિનાર કાંટા ચમચી થી પ્રેસ કરો. તવીમાં તેલ મુકી બન્ને બાજુ શેકી લો. તૈયાર છે ગરમા-ગરમ ચાઇનીઝ પરોઠા.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-special-indo-chinese-recipe-on-occasion-of-pm-modi-china-visit-4992696-PHO.html?seq=3

Related Listings

સામગ્રી:- તેલ ૧૦૦ ગ્રામ લસણની પેસ્ટ ૨ ટી સ્પૂન આદુની પેસ્ટ ૨ ટી સ્પૂન લીલી સમારેલી ડુંગળી ૨૫૦ ગ્રામ કોબી ૨૫૦ ગ્રામ ગાજરના ટુકડા ૧૦૦ ગ્રામ લીલા… Read more…

સામગ્રી 2 કપ કોબીજનું છીણ ½ કપ કોબી ફ્લાવર ઝીણું સમારેલુ 1 ગાજર છીણેલુ 3 લીલા મરચા સમારેલા 10 કળી લસણ 1 ઈંચ આદુ ઝીણું સમારેલુ મીઠુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: