Chinese Vegetable Soup | ચાઈનીઝ વેજિટેબલ સૂપ

Visited 489 times, 1 Visits today

View Location in Map

સામગ્રી –

-1 નંગ લીલી ડુંગળી પાન સાથે
-4 ટુકડા ફલાવર
-2 કપ કોબીજના મોટા ટુકડા
-1 નંગ ગાજર
-1/4 ચમચી આજીનો મોટો
-1 ચમચી કોર્નફ્લોર
-2 ચમચી તેલ
-2 ચમચી સોયા સોસ
-મીઠું સ્વાદાનુસાર
-ચીલી સોસ

રીત-

સૌપ્રથમ લીલી ડુંગળીને પાન સાથે ઝીણી સમારી લો અને ગાજરને મોટું-મોટું છીણી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં બધાં કાપેલાં શાક ઉમેરી દો. 2 થી 3 મિનિટ હલાવતા રહો. ત્યાર બાદ તેમાં અજીનો મોટો, મીઠું અને 2 કપ પાણી ઉમેરો. 2 મિનિટ ઉકાળો. પછી અડધા કપ પાણીમાં કોર્નફલોરને ઓગાળીને મિશ્રણમાં ઉમેરો. ત્યાર બાદ એક ઊભરો આવ્યા પછી સોયા સોસ ઉમેરો. 3 થી 4 મિનિટ વધારે ઉકાળો. સ્વાદિષ્ટ સૂપ તૈયાર છે, ચિલી સોસ સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-yummy-appetiting-soups-recipe-4992024-PHO.html?seq=3

Related Listings

સામગ્રી- -4 નંગ ટામેટાં -2 ટેબલસ્પૂન મસૂરની દાળ -11/2 ટીસ્પૂન આદુંનો રસ -1 ટીસ્પૂન લીંબુનો રસ -મીઠું સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ ટામેટાંને મસુરની દાળ અને 2 કપ પાણી… Read more…

Add a Review

Rate this by clicking a star below: