Chocolate Peda | ચોકલેટ પેંડા

Visited 455 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
પા કપ મેંદો
બે ચમચા મિલ્ક પાઉડર
બે ચમચા ઘી
અડધો કપ ખાંડ
અડધો ચમચો કોકો પાઉડર
પા કપ પાણી
બે ચમચા પિસ્તાની કતરણ

રીત
એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં મેંદો ઉમેરીને ગેસ બંધ કરી દો. મેંદાને ગરમ ઘી સાથે સારી રીતે મિક્સ કરી લો. એક અલગ પેનમાં પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી તૈયાર કરો. ચાસણીમાં કોકો પાઉડર મિક્સ કરો. હવે ચાસણીને ગાળી લો. હવે એક પેનમાં ઘી ભેળવેલા મેંદામાં મિલ્ક પાઉડર મિક્સ કરીને ગેસ પર સતત હલાવતા રહો. તેમાં ચાસણી રેડીને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. પછી તેને ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને 5 મિનીટ ઠંડુ થવા દો. હથેળીમાં ઘી લગાવી આ મિશ્રણમાંથી પેંડા વાળી લો. વચ્ચે પિસ્તા અને બદામ લગાવો. તૈયાર છે ચોકલેટ પેંડા.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-rakhi-special-peda-sweets-recipe-on-occassion-of-raxabandhan-5096003-PHO.html?seq=4

Related Listings

સામગ્રી 1 લીટર ફુલ ક્રિમ મિલ્ક 2 લીંબુ 50 ગ્રામ દળેલી ખાંડ 5 એલચી 20-25 કેસરના તાંતણા 10-12 પિસ્તા રીત દુધને ભારે તળીયાવાળા વાસણમાં ગરમ કરવા મુકો. Read more…

સામગ્રી પાંચસો ગ્રામ દુધનો માવો(મોળો) પાંચસો ગ્રામ દળેલી ખાંડ એક-બે ચમચા ઘી આઠ-દસ છોલેલી નાની એલચી રીત એક મોટી જાડા તળીયાવાળી કડાઈમાં માવો નાંખીને શેકવો. Read more…

Add a Review

Rate this by clicking a star below: